ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈ થઈ સમજૂતી, વિદેશ મંત્રાલયે આપી મહત્વની જાણકારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-21 17:14:18

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.... લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ એટલે કે LAC પર પેટ્રોલિંગને લઈને એક સમજૂતી થઈ છે.. અને આ સૌથી મોટા સમાચાર કહી શકાય...LAC વિવાદ પર બંને દેશ વચ્ચે સમાધાન  થયું છે.. બંને દેશની સેના પાછળ હટશે... ચીન સાથે અનેક મુદ્દાઓ પર સહમતી સધાઈ છે... 



ભારત અને ચીન વચ્ચે થઈ હતી અથડામણ!

2020માં લદ્દાખના ગલવાનમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મોટી અથડામણ થઈ હતી. જેમાં બંને દેશોની સેનાઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. એવામાં પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થવા લાગ્યો છે. એ સિલસિલામાં આજે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ માહિતી આપી છે કે, ભારત અને ચીનના સૈન્ય વાટાઘાટકારો સમજૂતી પર પહોંચી ગયા છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના સરહદ વિવાદ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે માહિતી આપી હતી કે LAC પર પેટ્રોલિંગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. બંને દેશની સેનાઓ હવે પાછળ હટશે અને ત્યાં પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમજૂતી પછી બંને દેશો વચ્ચેનો તણાવ હજુ ઓછો થવાની શક્યતા છે..



પૂર્વ લદ્દાખમાં બંને દેશો વચ્ચેના તણાવને સમાપ્ત કરવા સમજૂતી થઈ 

હવે સરળ ભાષામાં સમજીએ તો પૂર્વ લદ્દાખમાં LAC પર બંને દેશો વચ્ચેના તણાવને સમાપ્ત કરવા માટે સમજૂતી થઈ છે.. એટલે કે ડેમસાંગ અને ડેમચોકમાં ડિસએન્ગેજમેન્ટ થશે એટલે કે બંને દેશોની સેનાઓ તેમની જૂની જગ્યાઓ પર જશે અને ત્યાં પેટ્રોલિંગ શરુ થશે... ટુંકમાં બંને દેશોની સેનાઓ પાછળ હટશે.... સેનાઓ પાછળ હટે પછી જે બફર ઝોન બનશે ત્યાયં પેટ્રોલિંગ શરુ કરવા માટે વાતચીત ચાલી રહી છે... હાલ તો આ મડાગાંઠને ખતમ કરવા માટે સમજૂતી થઈ છે. તેને જમીન પર કેવી રીતે લાગુ કરવી તેની વાતચીત ચાલી રહી છે...હવે થયું શું હતું ડેપસાંગ અને ડેમચોકમાં તો ડેપસાંગમાં ચીની સૈનિકો આવીને ઘણી એવી જગ્યાઓ પર બેસી ગયા હતા. જ્યાં ભારતીય સૈનિકો પેટ્રોલિંગ માટે ગયા હતા.. જેના કારણે ત્યાં ભારતીય સેનાનું પેટ્રોલિંગ બંધ થઈ ગયું હતું.. જેના જવાબમાં ભારતે પણ સેનાને ત્યાં તૈનાત કરી હતી. જેના કારણે અમુક પોઈન્ટ પર ચીની સૈનિકોનું પેટ્રોલિંગ બંધ થયું હતું... 


શું હતો સમગ્ર મામલો?

હવે ડેમચોકમાં મુદ્દો એ છે કે. ચીને એવી જગ્યાઓ પર ટેન્ટ લગાવ્યા છે જ્યાં પહેલા તેમના ટેન્ટ નહોતા... ચીન કહે છે કે, આ પશુપાલકોના ટેન્ટ છે.. પણ ભારતનું કહેવુ એવું છે કે આ સિવિલ ડ્રેસમાં ચીની સૈનિકો જ છે... જ્યાં એપ્રિલ 2020 પહેલા ટેન્ટ નહોતા ત્યાં ભારતીય સેનાએ પણ જવાબમાં ટેન્ટ લગાવ્યા અને હવે બંને લગભગ સામસામે છે... હવે વાત કરીએ બફર ઝોન ક્યાં છે... તો બે વર્ષ પહેલા પેંગોંગ વિસ્તાર એટલે કે ફિંગર વિસ્તાર અને ગલવાનના પીપી-14માં ડિસએન્ગેજમેન્ટ થયું હતું.... હવે ત્યાં બફર ઝોન બન્યા છે. એટલે કે ત્યાં ન તો ભારતના સૈનિકો કે ન તો ચીનના સૈનિકો પરત આવ્યા હતા... હવે મળેલી માહિતી પ્રમાણે ત્યાં પણ પેટ્રોલિંગ શરુ કરવાની વાતચીત ચાલી રહી છે...



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.