ફરી એક વીડિયોએ ઉડાડ્યા દારૂબંધી કાયદાના લીરેલીરા! Bilaspurમાં દારૂડિયા શિક્ષકે કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-02 13:31:33

શિક્ષકને આપણે ત્યાં ભગવાન સમાન દરજ્જો આપવામાં આવે છે. બાળકના ઘડતર પાછળ માતા પિતાની જેટલી જવાબદારી હોય છે તેટલી જ જવાબદારી એક શિક્ષકની પણ હોય છે. ઘર પછી જ્યાં વિદ્યાર્થી વધારે સમય રહેતો હોય છે તે શાળા હોય છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે કે ગુરૂની ઈજ્જત ઓછી કરી દેતા હોય છે. એક વીડિયો બિલાસપુરથી સામે આવ્યો છે જેમાં શિક્ષકના હાથમાં પોટલી દેખાઈ રહી છે. એ શિક્ષક છે જે દેશના ભાવિનું ઘડતર કરતા હોય છે. જે વીડિયો સામે આવ્યો છે તે જોઈ લોકો દંગ રહી રહ્યા છે. 

શાળામાં શિક્ષક લઈને આવ્યા દારૂની બોટલ!

શિક્ષકોના માથે દેશના ભાવિની જવાબદારી રહેલી હોય છે. દેશના ભાવિના ઘડતરની જવાબદારી શિક્ષકના શિરે હોય છે. શાળામાં જે બાળક ભણે છે તે બાળકને હંમેશા યાદ રહે છે. પરંતુ અનેક એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં શિક્ષકો દારૂ પીને શાળાએ આવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે બિલાસપુરનો છે. ત્યાંની એક શાળા સંતોષ નામના શિક્ષક ક્લાસમાં દારૂની બોટલ લઈને આવે છે અને નફ્ફટ થઈને કહે છે કે જે થતું હોય એ કરી લો. વીડિયો બનાવવો હોય તો બનાવી લો મને ફરક નથી પડતો. નશામાં ધૂત શિક્ષકને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ એની સામે fir કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 


જો દેશનું ભાવિ આવા શિક્ષકોની હાથ નીચે તૈયાર થશે તો...!

હવે આ તો બિલાસપુરની ઘટના ત્યાં દારૂ ખુલ્લામાં મળે છે કોઈ પણ હાલતે શિક્ષકે દારૂ સ્કૂલમાં ના લઈ જવો જોઈએ એ ખોટી વાત જ છે. પણ ગુજરાતમાં તો એનાથી ખરાબ હાલત છે અહીંયા પણ નશમાં ધૂત શિક્ષકો દેખાય છે જે દારૂ પીને સ્કૂલ જાય છે. ને કહેવા માટે આપણે દારૂબંધી છે જો આ શિક્ષકો દેશનું ભવિષ્ય આવી રીતે ઘડવાના હોય તો દેશનું ભાવિ ખતરામાં છે!  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?