અફઝલ અંસારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલા ગેંગસ્ટર એક્ટમાં તેને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી, હવે તેનું સાંસદ પદ પણ નિયમ હેઠળ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્યાર સુધી અફઝલ અંસારી ગાઝીપુર સીટથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ હતા, પરંતુ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
અફઝલ અંસારી સામે ગુનો શું છે?
અફઝલ અંસારી ડોન મુખ્તાર અંસારીનો ભાઈ છે. બંને નેતાઓ હાલમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જે કેસમાં આ સજાની જાહેરાત કરવામાં આવી છે તે 2005માં થયેલી હત્યા સાથે સંબંધિત છે. વાસ્તવમાં આરોપ છે કે વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અફઝલ અંસારી, મુખ્તાર અંસારી અને એઝાઝુલ હકનું નામ સામે આવ્યું આરોપી તરીકે આગળ આવ્યા હતા. 2007માં તેમના પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં હતું, અને ત્યારથી બંને ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે આ જે કેસમાં અફઝલને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.
અફઝલની મુશ્કેલી વધી
જનપ્રતિનિધિ કાનુનની કલમ 8માં પણ સ્પષ્ટતાથી જણાવ્યું છે, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈ કેસમાં દોષિત જાહેર થાય છે તો આ પરિસ્થિતીમાં તે 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. હવે જો કે અફઝલને તો સીધી ચાર વર્ષની કેદ થઈ છે. આ પરિસ્થિતીમાં તેને કોઈ પણ પ્રકારની રાહત નહીં મળી શકે.