ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ઉથલ પાથલ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે અને કેસરિયો ધારણ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ શકે છે.
વાઘોડિયાના ધારાસભ્ય આપી શકે છે પદ ઉપરથી રાજીનામું
થોડા સમય પહેલા બે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, રાજીનામું આપનાર ધારાસભ્ય હતા કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી. બંને ધારાસભ્યોએ અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. એ સમયગાળા દરમિયાન લાગતું હતું કે વધુ ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પરંતુ ઘણા સમયથી રાજીનામાના દોર પર વિરામ હતો પરંતુ ફરી એક વખત ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. એવું લાગતું હતું કે આપના કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ વખતે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ રાજીનામું આપી શકે છે ઉત્તરાયણ પછી અને કેસરિયો ધારણ કરી શકે છે.
ઉત્તરાયણ બાદ રાજીનામું આપી કેસરિયો કરી શકે છે ધારણ
મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ પદ ઉપરથી રાજીનામું આપે તેવી સંભાવના છે. ઉત્તરાયણ બાદ તે રાજીનામું આપી શકે છે ઉપરાંત ભાજપમાં પણ જોડાઈ શકે છે તેવું અનુમાન છે. ત્યારે ધારાસભ્ય પોતાનું રાજીનામું આપે છે કે નહીં તે તો સમય બતાવશે. મહત્વનું છે કે હજી સુધી જે બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તેમના રાજીનામા વખતે એટલે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપવા વિધાનસભા અધ્યક્ષની કેબિનમાં ગયા હતા ત્યારે ભરત બોઘરા હાજર હોય છે, ત્યારે આ વખતે તે હાજર હશે કે નહીં તે જોવું રહ્યું..