તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો બેઘર થયા છે. ત્યારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ગુરૂવાર સવારે ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. 18 મિનિટની અંદર બે વખત ધરા ધ્રુજી હતી. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા 5ની આસપાસ નોંધાઈ હતી. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.
બે વખત ધ્રુજી હતી ધરા
વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો જેને કારણે હજારો લોકોના જીવ ગયા છે ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં થોડી મિનિટોમાં જ બે વખત ધરા ધ્રૂજી હતી.
6.6 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ
રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6 નોંધાઈ હતી. માત્ર 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા પાંચથી ઉપર નોંધાઈ હતી. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. તે સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.