મહાઠગ કિરણ પટેલ બાદ વડોદરામાં ઝડપાયો વધુ એક નકલી પીએમઓ અધિકારી, જાણો કોની સાથે કરી છેતરપિંડી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-24 15:58:06

નકલી અધિકારી બની લોકોને ઠગવાની વાત જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નકલી ઓળખ ઉભી કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય.હજી કિરણ પટેલનો કિસ્સો શાંત થશે થોડો જ સમય વિત્યો છે ત્યારે ફરી એક વ્યક્તિ નકલી પીએમઓ અધિકારી બની લોકોને છેતરતો હતો. જે નકલી PMO અધિકારીની વાત કરવામાં આવી રહી છે તેમનું નામ છે મયંક તિવારી અને તેમણે પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.   

ભેજાબાજ મયંક તિવારી.

પીએમઓ અધિકારીની આપી નકલી ઓળખ! 

થોડા સમય પહેલા પીએમઓ અધિકારી બની કિરણ પટેલે લોકોને ઠગ્યા હતા તેવી જ રીતે ફરી એક વ્યક્તિએ નકલી અધિકારી બની પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોને ઠગવાનો પ્રયાસ કર્યો તે સામાન્ય લોકો નહીં પરંતુ પારૂલ યુનિવર્સિટીના ટ્ર્સ્ટીઓ હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો નકલી અધિકારી હોવાની ઓળખ આપી પહેલા પોતાના મિત્રના બે સંતાનોનું એડમિશન પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં કરાવ્યું. એડમિશન કરાવ્યા બાદ ત્યાંના ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી આપવવાની ખાતરી આીપી. અને તે બહાને તેમની પાસેથી પૈસા પણ પડાવી લીધા. ભેજાબાજ મયંક તિવારી વિરૂદ્ધ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.          


પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો!

આ સમગ્ર  કૌભાંડ ત્યારે સામે  આવ્યું જ્યારે વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાંભળી સ્કૂલના ટ્રસ્ટી પ્રભાવિત થઈ ગયા હતા અને એવીજ રીતે તે ઠગએ પોતાના બે બાળકોને તે સ્કૂલમાં એડમિશન આપવી દીધું પછી ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેના પર નજર રાખવામાં આવી અને પછી તેની ધરપકડ કરી ગુનો નોંધાયો પોલીસ દ્વારા તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને બાટલીમાં ઉત્યાર્યા તે અંગેની તપાસ કરવામાં આવી રહી


ઠગનારાઓને નથી લાગતી કાયદાની બીક!

કિરણ પટેલે પણ આવી જ રીતે પીએમઓનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા છે. નકલી પીએમઓ અધિકારી બની કિરણ પટેલે અનેક મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. ખોટી રીતે સુરક્ષા પણ વીઆઈપી સુરક્ષા મેળવી હતી. જમ્મુ કાશ્મીરમાં પ્રોટેકશન સાથે ફરતો ઝડપાયો હતો. આવી વધતી ઘટનાઓને જોઈ પ્રશ્ન એ થાય છે કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ પીએમઓ તેમજ સીએમઓના નામે લોકોને મુર્ખ બનાવી રહ્યા છે. આ લોકોને પ્રેરણા ક્યાંથી મળે છે આવું કરવાની તે વિચારવા જેવી વાત છે. શું તેમને કાયદાની જરાય બીક નથી લાગતી? કેવી રીતે તેઓ ખૂલેઆમ નકલી અધિકારી બની ફરી રહ્યા છે. ત્યારે જલ્દી આવા ઠગબાજો પર નિયંત્રણ આવે તેવી આશા રાખીએ છીએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?