રામનવમીની ઉજવણી દરમિયાન દેશના અનેક રાજ્યોથી હિંસાના સમાચાર સામે આવ્યા હતા. અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. ઉજવણી દરમિયાન પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને બિહારમાં હિંસા ફાટી નીકળી હતી. પરંતુ પરિસ્થિતિ હાલ કાબુમાં છે પરંતુ માહોલ હજી પણ ત્યાં તનાવપૂર્ણ છે. પોલીસના કાફલાને તૈનાત કરી દેવામાં આવી છે. બંગાળ, બિહારના અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી. ઉપરાંત અનેક લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
અનેક જગ્યાઓ પર હજી પણ તનાવપૂર્ણ વાતાવરણ
દેશમાં એક તરફ રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી તો દેશના અનેક રાજ્યો એવા હતા જ્યાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળમાં દંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, રામનવમીને પૂર્ણ થયે થોડા દિવસો વીતી ગયા છે પરંતુ હજી પણ આ જગ્યાઓ પર માહોલ શાંત નથી થયો. અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત પોલીસે કરી દીધી છે. અનેક લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ રાજ્યોમાં ભડકી હિંસા
મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન હિસા ફાટી નીકળી હતી.પશ્ચિમ બંગાળના હાવજા અને ઉત્તર દિનાજપુર જિલ્લામાં શોભાયાત્રા દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. શુક્રવારે પણ અનેક પથ્થરમારો થયો હતો. મંદિરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તે સિવાય બિહારના નાલંદા જિલ્લામાં પણ હિંસા ભડકી ઉઠી હતી. ગોળીને કારણે 6 લોકોના મોત થયા હતા જ્યારે પથ્થરમારાને કારણે 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા બાદ લોકોને દુકાનમાં તોડફોડ કરી હતી. જે બાદ હિંસા બાદ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં પણ બગડ્યો હતો શાંતિપૂર્ણ માહોલ
મહારાષ્ટ્રમાં પણ હિંસાની ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે મહારાષ્ટ્રના એક વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા હતા. હિંસાની આગ ઝારખંડમાં પણ ઉઠી હતી.મળતી માહિતી અનુસાર હલ્દીપોખરમાં મુસલિમ યુવાનોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થિતિને કાબુમાં લેવામાં આવી છે.
પોલીસે કરી અસામાજીક તત્વોની ધરપકડ!
ત્યારે આ રાજ્યોમાં થયેલી હિંસામાં જોડાયેલા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અનેક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકી રહેલા અસામાજીક તત્વોની પોલીસ તપાસ કરી રહી છે. બંગાળ, બિહારના અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નાલંદામાં 27 લોકોની સાસારામમાં 18 લોકોની તેમજ મહારાષ્ટ્રના સંભાજીનગરથી પોલીસે 10 લોકોની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત અનેક જગ્યાઓ પર ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.