Vadodaraની દુર્ઘટના બાદ Dwarkaનું તંત્ર હવે સફાળું જાગ્યું, લાઈફ જેકેટ પહેર્યા વગર બોટની મુસાફરી કરનારને અપાયા લાઈફ જેકેટ!જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-20 11:27:36

સેફ્ટીને લઈ અનેક વખત કહેવામાં આવ્યું છે. ડ્રાઈવીંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, બોટ રાઈડિંગ કરતી વખતે સેફ્ટી જેકેટ પહેરવું જોઈએ વગેરે વગેરે.... આવી વાતો અનેક વખત કરવામાં આવી પરંતુ પરિણામ શું આવે છે વાતોનું? અનેક વખત એવા વીડિયો સામે આવે છે જેમાં સુરક્ષા પર વધારે ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ દર વખતની જેમ અમે  એ દ્રશ્યો બતાવીએ છીએ એ આશા સાથે કે તે વીડિયો જોયા બાદ કોઈ નાગરિક જાગૃત થાય અને સેફ્ટી કેટલી જરૂરી છે તે જાણે. 

દુર્ઘટના પછી તંત્ર થોડા ટાઈમ માટે સર્તક થઈ જાય છે અને પછી... 

વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે. 14 જેટલા નિર્દોષ લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી, એક વીડિયો સામે આવ્યો છે જેમાં લાઈફ જેકેટ વીના લોકો બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક તંત્રને લાઈફ જેકેટ શું તેની મહત્તા શું છે તે જાણે સમજાયું છે તેવું લાગી રહ્યું છે. દ્વારકાનું તંત્ર હવે જાગ્યું છે. જે બોટમાં ઓવરલોડ તો છોડો સેફટી જેકેટ પણ પહેરાવવામાં નહોતા આવતા એ તંત્ર હવે જાગ્યું છે. બોટમાં સફર કરી રહેલા મુસાફરોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું છે. કોઈ પણ દુર્ઘટના થાય છે તે બાદ તંત્ર થોડા ટાઈમ માટે જાગે છે, અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જ્યાં સેફ્ટી ના હોય ત્યાં સેફ્ટીની સુવિધા કરવામાં આવે છે પરંતુ આટલું ધ્યાન એવી દુર્ઘટનાઓ પછી રાખવામાં આવે છે જ્યારે અનેક લોકોના મોત થઈ ગયા હોય છે.  

વડોદરાના હરણી તળાવમાં ડૂબી ગયા અનેક બાળકો

વડોદરાની દુર્ઘટના બાદ થોડા સમય માટે  પણ આ જાગેલું તંત્ર ક્યારે સૂઈ જાય છે એ ખબર નથી પડતી અને આમની બેદરકારીના કારણે માસુમોના જીવ જાય છે. આ અગાઉ જ્યારે મોરબીમાં દુર્ઘટના બની હતી ત્યારે પણ અમે બતાવ્યું હતું કે કેવી રીતે બેટ દ્વારકાનું પ્રસાશન આંખ આડા કાન કરી રહ્યું છે. હાલ પણ આ જ પરિસ્થિતિ હતી પરંતુ. વડોદરાના હરણી તળાવમાં બોટ ઓવરલોડ હોવાને કારણે પલટી હતી  જેમાં કેટલાય ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. જેને જોઈને હવે દ્વારકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. એનો મતલબ તો એ જ થયો કે કોઈ દુર્ઘટનાની આ તંત્ર રાહ જોઈને બેઠું હતું. 

લોકોને પણ જાણે પોતાના જાનની પરવા નથી તેમ લાગે છે!

દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં હતા. આ બોટ ઓવરલોડ રીતે ભરવામાં આવતી હતી. જોકે હવે થોડા દિવસ પછી જેમ હતું તેમ થઈ જશે અને બીજા કોઈ અકસ્માતની રાહ જોતું તંત્ર થઈ જશે અને નેતાઓ પણ મૌન થઈ જશે. વડોદરામાં તો તોય તળાવ હતું, પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે, તેમ છતાંય લોકોને પોતાના જીવની પરવા જ ન હોય, તેમ તેઓ લાઈફ જેકેટ વગર મુસાફરી કરતાં જોવા મળતા હોય છે. અહીં સવાલ એ છે કે શું લોકોને પોતાના જીવની પરવા નથી કે પછી તંત્ર બેજવાબદાર છે?


આવી દુર્ઘટના નહીં થાય તેવી વાતો કરવામાં આવે છે પરંતુ પરિણામ?

એવા ઘણા સવાલો થઈ રહ્યા છે. વડોદરાની ઘટના બાદ તંત્ર અને સરકારના મંત્રીઓ એવું કહી રહ્યા છે કે હવે આવું ના થાય તેનું ધ્યાન રાખીશું તો પછી અહી બેટ દ્વારકામાં તમે રાહ જોઈ રહ્યા છો કે કોઈ દુર્ઘટના થાય પછી કંઈક કરીશું?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?