પેશાબકાંડ બાદ MPથી જ સામે આવ્યો એક વીડિયો, જેમાં આદિવાસી યુવકની થઈ રહી હતી પિટાઈ! કોંગ્રેસ આક્રામક દેખાઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-09 18:09:11

હજી મધ્યપ્રદેશમાં બનેલા પેશાબકાંડની ચર્ચાઓ શાંત નથી થઈ. ત્યારે હવે બીજા રાજ્યોમાંથી તેમજ મધ્યપ્રદેશથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં આદિવાસી યુવકો પર જાણે અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આદિવાસી સમુદાયના બે લોકોને મારવામાં આવી રહ્યા છે. બેરહેમીથી તેમને મારવામાં આવી રહ્યા છે. આ ઘટનામાનો એક પીડિત નાબાલિગ છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે એક્શન લીધા છે. અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

કોંગ્રેસના નેતાએ છાંટ્યું હતું ગંગાજળ 

આદિવાસી લોકો પર જાણે અત્યાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમની પર ખુલ્લેઆમ અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય. થોડા દિવસો પહેલા પ્રવેશ શુક્લા નામના વ્યક્તિએ એક આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે આદિવાસી પર પેશાબ કરવામાં આવ્યો હતો તેના પગ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ ધોયા હતા. સરકારી આવાસ પર બોલાવી સીએમએ તેમની સાથે ભોજન લીધું હતું, તેના પગ ધોયા હતા. જ્યારે તે સીધી પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા તેની પર ગંગાજળ છાંટવામાં આવ્યું હતું.

 

બે આદિવાસી યુવકની કરાઈ 8 કલાક સુધી પીટાઈ!  

આ ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો ત્યારે આદિવાસી પર થતાં અત્યાચારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલા મધ્યપ્રદેશના સીધીનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે હવે ઈંદોરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે લોકોને મારવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઘટના 7 જુલાઈની છે અને રાઉ વિસ્તારની છે. પીડિત યુવક ધાર જિલ્લાના છે અને તે મજૂરી કામ કરે છે. 7 જુલાઈના રોજ કામ પતાવી તેઓ બાઈક પર જઈ રહ્યા હતા, તે દરમિયાન ભારે વરસાદ થયો, જેને કારણે તેમની બાઈક પડી ગઈ. ત્યાં હાજર ગાર્ડે બાઈક હટાવવાનું કહ્યું. આ દરમિયાન બંને ભાઈને ગાર્ડ સાથે તેમજ ત્યાં હાજર લોકો સાથે બોલાચાલી થઈ. આ દરમિયાન ગાર્ડે પોતાના મિત્રોને બોલાવ્યા અને આદિવાસી યુવકને મારવાનું શરૂ કરી દીધું. એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે 8 કલાક સુધી તેમને મારવામાં આવ્યા. 


વીડિયો વાયરલ થતાં કોંગ્રેસે સરકારને ઘેરી  

આવા વીડિયો વાયરલ થતાં કોંગ્રેસ આક્રામક થઈ છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરી ટ્વિટ કરી છે. ટ્વિટમાં લખ્યું છે કે મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પરના અત્યાચારે તમામ હદ વટાવી દીધી છે. આદિવાસી સમાજની વ્યથા વ્યક્ત કરવા માટે શબ્દો નથી. સીધીની ઘટના બાદ ઈન્દોરના રાઉ વિસ્તારમાં જે રીતે બે આદિવાસી બાળકોને નિર્દયતાથી મારવામાં આવ્યા તેનો વીડિયો સામે આવ્યો છે. શું ભાજપના કુશાસનથી સમાજમાં એટલી બધી નફરત પેદા થઈ છે કે કેટલાક લોકો આદિવાસી સમુદાય અને અન્ય વંચિત સમુદાયોને નફરત કરવા લાગ્યા છે અને તેમને હેરાન કરવા માટે તમામ હદો પાર કરી રહ્યા છે?


આ ઘટનામાં આરોપીની કરાઈ ધરપકડ  

આ ઘટના અંગે પોલીસે કહ્યું કે આ મામલો સામે આવ્યા પછી પોલીસે ત્વરીત એક્શન લીધા છે. આ ઘટનામાં જે મુખ્ય આરોપી સુમિત ચૌધરી સહિત તેમના બંને સાથીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ બંને પીડિતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે ક્યાં સુધી લોકો પર અત્યાચાર થતા રહેશે. પોતાના હક માટે પોતે લડવું પડશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?