કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમી વેઠવા રહેવું પડશે તૈયાર! આવનાર દિવસોમાં વધશે તાપમાનનો પારો! જાણો ગરમીને લઈ શું કરવામાં આવી છે આગાહી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-09 09:28:57

ગુજરાતમાં ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ જામ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા થોડા દિવસથી માવઠાએ વિરામ લીધો છે. કમોસમી વરસાદ બાદ ભેજ વાળું વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને આવનાર દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનના પારામાં વધારો થયો છે. સોમવારે અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. અને આવનાર દિવસોમાં ગરમીનો માર વધારે સહન કરવો પડશે.   


અમદાવાદ માટે જાહેર કરાયું યેલો એલર્ટ! 

કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી માવઠાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ હવે આવનાર દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે અને તાપમાનનો પારો વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. ત્યારે આગામી દિવસોમાં આ તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ નોંધાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ઉત્તર ગુજરાત તથા કચ્છ સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન!   

સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્ય પર કમોસમી વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ પણ તોળાતું હતું પરંતુ મોચા વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં થાય તેવી જાણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કરવામાં  આવી છે. આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના નહીંવત છે. વાતાવરણ સૂકું રહેશે જેને કારણે વધારે ગરમીનો અનુભવ થશે.ગરમીથી રક્ષણ મેળવવા બપોરના સમયે કામ વગર ન નીકળવું જોઈએ. તેમજ ઓઆરએસ તેમજ વધારે પાણી પીવાની સલાહ આપી છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?