જ્યાં સુધી કોઈ ઘટના મોટા સ્વરૂપનો આકાર નથી લઈ લેતી ત્યાં સુધી આપણે તે વાતને ગણતા જ નથી. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે બાદ જ આપણે એ વાતની ગંભીરતાને સમજીએ છીએ જે આપણી નજરોની સામે હોય તો પણ સામાન્ય આપણને લાગતી હોય. અમે વાત કરી રહ્યા છીએ તથ્ય કાંડની. એક ભૂલને કારણે 10 નિર્દોષ લોકોના જીવ જતા રહ્યા હતા. 10 પરિવારને રડવાનો વારો આવ્યો. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના થોડા દિવસોની અંદર જ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદાનું કડકપાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે માત્ર 15 દિવસની અંદર પોલીસ દ્વારા ડ્રાફિક નિયમ ભંગ કરનાર 9612 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને દંડના ભાગરૂપે હજી સુધીમાં લોકોએ 30 લાખ રૂપિયા પોલીસે વસૂલ્યા છે.
અકસ્માત બાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી મેગા ડ્રાઈવ
થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 લોકોના જીવ જતા રહ્યા હતા. દરેક જગ્યાઓ પર આ કાંડને લઈને જ ચર્ચાઓ થતી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો કડકાઈથી કાયદાનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં કાયદાનું ભાન થાય અને કાયદા પ્રત્યે સભાન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસ 9612 કાયદાભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જો વિગતવાર વાત કરીએ તો 22 જુલાઈથી પાંચ ઓગસ્ટ દરમિયાન પોલીસે ઓવરસ્પીડના 900 કેસ દાખલ કર્યા છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 475 કેસ નોંધી 6 લાખથી વધારે રુપિયાનો દંડ લોકો પાસેથી વસૂલ્યો છે.
ગુજરાતીઓએ ચૂકવ્યો લાખો રુપિયાનો દંડ
એમવી એક્ટના 1870 કેસ અને અન્ય 3400 કેસ કર્યા હતા. શહેર ટ્રાફિક પોલીસ આ ડ્રાઈવ એક મહિના સુધી ચાલુ રાખશે. પોલીસે નંબર પ્લેટની ડ્રાઈવમાં એસએચઆરપી ન હોય તેવાં 1535 કેસ કરી રૂ.5.74 લાખ દંડ કર્યો છે. પૂર્વ વિસ્તારમાં 751, પશ્વિમ વિસ્તારમાં 693 અને અન્ય ઝોનમાં 91 કેસ કર્યા છે. ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 30 લાખનો દંડ વસૂલાયો છે. મહત્વનું છે ડ્રાઈવના થોડા જ દિવસોની અંદર પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં લાખોની કમાણી થઈ છે. હજી પણ અનેક દિવસો સુધી આ ડ્રાઈવ ચાલવાની છે. લાખોનો દંડ તો લોકોએ હજી સુધી ભરી દીધો છે પરંતુ આવનાર દિવસોમાં દંડનો આંકડો વધી પણ શકે છે.