આહીરાણી મહારાસ કાર્યક્રમ સફળ થયા બાદ ન માત્ર ધારાસભ્ય પરંતુ આયોજન સાથે જોડાયેલા લોકોની આંખોમાં આવ્યા આંસુ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-26 14:54:02

હિંદુઓના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ભક્તિમાં તલ્લીન આહીરાણીઓ બની હતી. આ આયોજન એકદમ સફળ રહ્યું છે. દેશના ખૂણે ખૂણેથી અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા દુબઈ સહીત વિશ્વભરમાંથી આહિરબહેનો રાસ રમવા દ્વારકા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાઓથી મોનિટરિંગ કરતા તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કાર્યક્રમ બાદ ભાવુક થયા હતા. અનેક લોકોને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. 37 હજાર આહીરાણીએ રાસ રમી વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. 

શું છે પ્રચલિત લોકવાયિકા 

ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી


સાતવિસુ સતીયું રમે આયરાણી


ઢોલીરૂપે કાનો આયો તો વ્રજવાણી


કે ગોપીરૂપે રાસ રમે આયરાણી

આ લોકગીતના ઉદ્દભવની કહાણી કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પરંતુ કચ્છના વાગડ પ્રદેશમાં રહેતાં સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોલીરૂપે અહીં આવ્યા હતા. સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે, જે આ લોકકથામાં બીજા રંગ પણ ઉમેરે છે. વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. 


કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હજારો આહીરાણી 

ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું. અને પછી આ પરંપરા વર્ષો સુધી ચાલી આહીર આગેવાનો એવું કહે છે કે  "કૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." અને લોકવાયકા કઈ પણ હોય કહાની કોઈ પણ હોય કૃષ્ણની ભક્તિમાં આ રીતે લીન થતી મહિલાઓને જોઈને એવું લાગે કે વૃંદાવન અને ગોકુળ તો અમારા દ્વારકાના આંગણે બની ગયું છે.



મહેનત સફળ થયા બાદ આવી જતા હોય છે સંતોષના આંસુ 

દ્વારકા એસીસી ગ્રાઉન્ડ નંદગામ ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ થયું તેની પાછળ અનેક મહિનાઓની, અનેક લોકોની મહેનત હતી. સામાન્ય રીતે આટલું મોટું આયોજન સફળ થાય તે બાદ હરખના આંસુ આવવા સ્વભાવિક હોય છે. દિવસ રાતની મહેનત બાદ આ આયોજન સફળ જતા ભગવાનભાઈ બારડ ઈમોશનલ થઈ ગયા હતા. ન માત્ર તે પરંતુ આ કાર્યક્રમમાં સીધી કે પરોક્ષ રીતે જોડાયેલા લોકોની આંખો પણ ભરાઈ આવી હતી., 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.