લાફાકાંડ બાદ ગાંધીનગર માટે બનાસકાંઠાથી આગેકૂચ કરી રહ્યા છે. લાફાકાંડનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામું આપે તેવી તેમની માગ છે. લાફાકાંડ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક કાર્યક્રમમાં કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે પહેલી પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે.
કેશાજી ચૌહાણે લાફાકાંડ વિશે આપી પ્રતિક્રિયા
થોડા દિવસોથી જેની પર ચર્ચા થઈ રહી છે જે લાફાકાંડનો મુદ્દો છે. ધારાસભ્ય કેશાજી પટેલ રાજીનામું આપે તે માટે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે. ત્યારે આ મામલે અલગ અલગ નેતાઓનું રિએક્શન સામે આવી રહ્યું છે. કેશાજી પટેલે આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. મહત્વનું છે કે સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો છે.
18 ઓગસ્ટના રોજ ખેડૂતો પહોંચશે ગાંધીનગર
ત્યારે હવે શંકરચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલે શંકરચૌધરીએ કહ્યું કે કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. કોઈના પર હુમલો કરી શકાય આ ઘટના કોઈ પણ સભ્ય સમાજ માટે શોભનીય નથી. એના માટે કેશાજીએ પોતે કહ્યું કે મારે ત્યાં ઘટના બની તેની દિલગીરી મને છે. ભૂલ કોઈના થી પણ થઈ હોય એના માટે રસ્તો હોય, પરંતુ ત્યાં જઈને કહેવું કે ધારાસભ્ય રાજીનામું આપે તે ખોટું છે. મહેસાણા સુધી આ યાત્રા પહોંચી છે અને 18 ઓગસ્ટની આસપાસ ગાંધીનગર ખાતે તે પહોંચી જશે.