આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણીના રાજીનામા બાદ દરેક જગ્યાઓ પર આની ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની વાત કરીએ તો ડેડિયાપાડાથી ચૈતર વસાવા, ગારિયાધરથી સુધીર વાઘાણી, જામજોધપુરથી આહીર હેમંત ખવાજી અને બોટાદથી ઉમેશ મકવાણા છે. આ લિસ્ટમાં પહેલા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હતા પરંતુ હવે તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિસાવદરના ધારાસભ્યના રાજીનામા બાદ ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. વિધાનસભામાં સંખ્યાબળ 181 પર પહોંચ્યું છે. ત્યારે આપના વધુ એક ધારાસભ્ય આપને અલવિદા કરી શકે છે તેવી વાતો ચર્ચામાં ચાલી રહી છે. એવી પણ માહિતી સામે આવી કે ઉમેશ મકવાણા પણ આપને છોડી શકે છે.
ગારીયાધારના ધારાસભ્ય પણ આપી શકે છે રાજીનામું!
આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી છે કે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે. પરંતુ જ્યારે સુધીર વાઘાણીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે અફવાઓ ફેલાઈ રહી છે તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે તેવી વાત તેમણે કહી હતી.
વિસાવદરના ધારાસભ્યના રાજીનામને લઈ જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું સાંભળો#AAP #AAPGujarat #Resign #MLA #GujaratVidhansabha #hemantkhava #BhupatBhayani #BJP #Jamawat #jamawatupdate pic.twitter.com/WYwLS0dhnF
— Jamawat (@Jamawat3) December 13, 2023
ઉમેશ મકવાણાએ રાજીનામાની ચર્ચાઓ અંગે આપી પ્રતિક્રિયા!
વિસાવદરના ધારાસભ્યના રાજીનામને લઈ જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું સાંભળો#AAP #AAPGujarat #Resign #MLA #GujaratVidhansabha #hemantkhava #BhupatBhayani #BJP #Jamawat #jamawatupdate pic.twitter.com/WYwLS0dhnF
— Jamawat (@Jamawat3) December 13, 2023આજે સવારે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી તેમજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા માટે તે વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામા આપ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ઉમેશ મકવાણાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપ આપના ધારાસભ્યોને ડરાવે છે અને દબાવે છે અને તેમને કહ્યું હતું કે હવે બીજા કોઈ ધારાસભ્ય રાજીનામુ નથી આપવાના એ બધી અફવા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડશે કે કેમ? ગુજરાત આપમાં ભંગાણ પડશે કે કેમ તે સમય બતાવશે.