Vikas Sahayના આદેશ બાદ કાયદો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કરાઈ દંડાત્મક કાર્યવાહી, કેટલાનો ફટકારવામાં આવ્યો દંડ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-21 11:09:36

પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા વિકાસ સહાય દ્વારા આ મામલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે જ પહેલા કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ બાદ કાયદાનો ભંગ કરનાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર પહેલા જ દિવસે 18 જેટલા પોલીસકર્મીઓને દંડ કરવામાં આવ્યો છે. પહેલા જ દિવસે પોલીસકર્મીઓએ 9 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

પોલીસકર્મી વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી 

લોકોને કાયદાનું ભાન થાય તે માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવતી હોય છે. તથ્યકાંડ બાદ અમદાવાદમાં તો પોલીસ દ્વારા કાયદો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. લાખોનો દંડ લોકોએ કાયદો ભંગ કરી ભરી દીધો છે. જ્યારે સામાન્ય માણસને દંડ થાય ત્યારે આપણે મનમાં કહેતા હોઈએ છીએ કે માત્ર સામાન્ય લોકો વિરૂદ્ધ જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે? અનેક પોલીસ એવા હોય છે જે કાયદાનું ભંગ કરતા દેખાય છે. પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે  નિયમોનો ભંગ કરતા પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરવા ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 



અનેક પોલીસકર્મીઓ કરતા હોય છે કાયદાનો ભંગ 

રસ્તા પરથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે અનેક પોલીસકર્મીઓ આપણે જોતા હોય છે જે વર્દીમાં હોય છે પરંતુ ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ટુ વ્હીલર પર હોય તો અનેક પોલીસકર્મીઓ હેલ્મેટ વગર જોવા મળતા હોય છે, ગાડીમાં સીટબેલ્ટ વગર તે જોવા મળતા હોય છે. ત્યારે પોલીસની છબીને વધુ નુકસાન ન થાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોલીસકર્મીઓને ફટકારવામાં આવ્યો દંડ

પોલીસકર્મીઓને લઈ અનેક પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે જેમાં અનેક નિયમોનું પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસે જ પોતે કાયદાનું પાલન કરવું પડશે તેવો આદેશ વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે કાર્યવાહીના પ્રથમ દિવસે જ અનેક પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ 9 હજારની આસપાસની નોંધાઈ છે. કાયદો ભંગ કરનાર  પોલીસકર્મી વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે કાયદો દરેક માટે સરખો હોય છે, નિયમો દરેક માટે સરખા હોય છે તો દંડવાની કાર્યવાહી પણ સરખી હોવી જોઈએ. ત્યારે હવે પોલીસ વિરૂદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...