ગઈકાલથી એક સમાચારે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ખુલ્લેઆમ હત્યા કરી દેવામાં આવી છે અને જેના કારણે દેશ ભરમાં કરણી સેના ભારે રોષમાં છે રાજસ્થાન બંધનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે. પણ આ બધે એક પ્રતિક્રિયા આવી છે તેના પર ચર્ચા થઈ રહી છે. અલગ અલગ પ્રતિક્રિયા આવી જે ટેન્શન વધારી દે તેવી છે.
કરણી સેનાના નેતાઓએ આ ઘટના અંગે આપી પ્રતિક્રિયા
ગઈકાલે જ્યારે આ ઘટના બની ત્યાર પછી અનેક લોકોની તેમજ અનેક રાજપૂત નેતાની પણ પ્રતિક્રિયા આવી છે. કરણી સેનાના નેતા મહિપાલ સિંહે કહ્યું છે કે જ્યાં સુધી સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ સામે ન આવે ત્યાં સુધી રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે નહીં. ઇલેકશનના રિઝલ્ટ આવ્યા બાદ જ્યારે આ ઘટના બને છે તો ઘણા બધા સવાલો પણ ઉભા થાય છે. મહિપાલ સિંહે સરકારને ચીમકી આપી છે. મહિપાલસિંહ ઉપરાંત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું છે કે તાત્કાલીક ધોરણે આ હત્યારાઓની ધરપકડ થાય. નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો, અમને પણ કાયદો હાથમાં લેતા આવડે છે.
દેશમાં મોટું આંદોલન છેડાઈ જવાના એંધાણ!
હવે આવી હત્યાની ઘટના બાદ સરકારપર ઘણા સવાલ ઊભા થાય છે. કારણ કે કરણી સેનાનું એવું કહેવું છે કે અમે પહેલાથી સુરક્ષા માંગી હતી પણ અધ્યક્ષને કેમ સુરક્ષા આપવામાં ન આવી તે એક મોટો પ્રશ્ન છે. આ બધા સવાલો સાથે બીજો ડર એ પણ છે કે જો હત્યારો સામે જલ્દી કાર્યવાહી નહીં થાય તો દેશમાં મોટું આંદોલન થઈ શકે છે.
Sukhdev Singh Gogamedi હત્યા બાદ Raj Shekhawatની સરકારને ચીમકી!
— Jamawat (@Jamawat3) December 6, 2023
#राजस्थान_बंद #SukhdevSinghGogaMedi #SukhdevSingh #SukhadevSingh #RajasthanBandh #rajsekhawat #KarniSena #jamawat #jamawatupdate pic.twitter.com/DflhowYZKR