મોરબી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશનને આવ્યું ભાન, સ્કાયવૉક કર્યો બંધ


  • Published By :
  • Published Date : 2022-11-02 16:57:30

વડોદરા મહાનગરપાલિકાએ મોરબીની દુર્ઘટના બાદ સફાળા જાગી સ્કાયવૉક બ્રિજને બંધ કરી દીધો છે. વડોદરા સ્માર્ટ સિટીના લોકો માટે રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ સુધી જવા માટે કરોડોના ખર્ચે સ્કાયવૉક બનાવ્યો હતો. વડોદરા સિટી બસસ્ટેન્ડ પર જનમહેલ બનાવી દેવામાં આવ્યું છે આથી સ્કાયવૉકનો ઉપયોગ ઓછા લોકો કરે છે. આ બ્રિજનો નહિંવત લોકો ઉપયોગ કરતા હોવાથી તેના પર અમુક ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ વધી ગઈ છે. 


શું છે આ સ્કાયવૉક બ્રિજ 

વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2008-2009ના સમયમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો. ત્યાર બાદ વડોદરા સ્માર્ટ સિટીએ ખબર નહીં લાંબા ગાળા માટે બ્રિજ બાબતે વિચાર કર્યો હશે કે નહીં પણ કરોડોના ખર્ચે બનેલા બ્રિજનો ઉપયોગ જ ઘટી જાય તેવો નિર્ણય લઈ લીધો હતો. રેલવે સ્ટેશનથી સિટી બસસ્ટેન્ડ જવા માટે સ્કાયવૉક બ્રિજ બનાવ્યો હતો તેનો ઉપયોગ ઓછો થઈ જાય તેવો નિર્ણય લેવાયો અને સિટી બસસ્ટેશનની જગ્યાએ જનમહેલ ઉભું કરી દેવામાં આવ્યું અને બ્રિજનો ઉપયોગ થઈ ગયો બંધ. 1.89 કરોડના ખર્ચે બનેલો આ સ્કાયવૉક જે 148 મીટર લાંબો છે સાથોસાથ તેનાથી ત્રણ જગ્યાએ જઈ શકાય છે તેવો સમસ મજાનો બ્રિજ પાલિકાના નિર્ણયથી બંધ કરવાનો વારો આવ્યો છે. આ નિર્ણય મોરબી દુર્ઘટના બાદ લેવાયો છે જેથી સારું છે કે કોઈ અકસ્માત નહીં સર્જાય પરંતુ કરોડોનો ખર્ચો કરીને બનાવેલો સ્કાયવૉક વડોદરા કોર્પોરેશનના નિર્ણયોના કારણે બંધ કરાયો તેવું પણ કહી શકાય.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?