જાલીયા દેવાણી ગામમાં મોરબીની ઘટના બાદ છવાયો સન્નાટો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 10:26:14

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અંદાજીત 400થી વધુ લોકો નદીમાં ડૂબી ગયાના પ્રાથમિક સમાચાર હતા. આ ઘટનાની જાણ થતા રેસ્કયુ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ઓપરેશન થકી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો મોતને ભેટ્યા છે. મોતનો આંક સતત વધી રહ્યો છે. મળતા આંકડા મુજબ આ મોતનો આંક 130ને પાર પહોંચી ગયો છે. દુ:ખદ વાત એ છે કે આ ઘટનામાં ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામના એક જ  પરિવારના 7 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે સાત લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો તેમાંથી 5 તો બાળકો હતા. નાનકડા ગામમાંથી સાત લોકો મોતને ભેટ્યા છે જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં અરેરાટી વ્યાપી ઉઠી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...