મોરબી પુલ દુર્ઘટના બાદ નગરપાલિકાના સભ્યો આ લોકો પર ઢોળ્યો દોષનો ટોપલો, જાણો કોને ગણાવ્યા જવાબદાર


  • Published By :
  • Published Date : 2023-02-16 12:15:49

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ હાઈકોર્ટ દ્વારા પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશ આપ્યા બાદ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મોરબી નગરપાલિકાના હોદ્દેદારોએ દોષનો ટોપલો ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકો પર ઢોળી દીધો હતો. સરકારને જવાબ રજૂ કરતા જણાવ્યું કે મોરબીના ઝૂલતો પૂલની દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી. 


દોષનો ટોપલો બીજા પર ઢોળ્યો 

એક તરફ જ્યાં લોકો દિવાળીના સમય દરમિયાન આનંદ કરી રહ્યા ત્યાં બીજી તરફ અનેક ઘરોમાં માતમ છવાઈ ગયો હતો. મોરબીમાં બનેલો ઝૂલતો પૂલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાઈકોર્ટ દ્વારા આ અંગે કડક પગલા લેવામાં આવે તેવી સરકારને ટકોર કરવામાં આવી હતી. જે બાદ શહેરી વિભાગ દ્વારા પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગે જવાબ આપવા પાલિકાને બે નોટીસ ફટકારવામાં આવી હતી. 


આ જવાબ કરાયા હતા રજૂ 

પ્રથમ નોટીસના જવાબમાં પાલિકાએ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ડોક્યુમેન્ટ આપવા માગણી કરી હતી. જે બાદ બીજી નોટીસ આપવામાં આવી અને 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. જવાબ રજૂ કરવા પાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં બે પ્રકારના જવાબ રજૂ કરવામાં આવ્યા છે. 

પ્રથમ જવાબમાં પાલિકા પ્રમુખે તમામ સભ્યો વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં જણાવામાં આવ્યું હતું કે ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રુપને સોંપવા થયેલા એગ્રીમેન્ટ રક ઓરેવા ગ્રુપ અને પાલિકાના ચીફ ઓફિસરની સહી છે. તો બીજી તરફ પાલિકાના 52માંથી 41 સભ્યે પોતાની રીતે જવાબ તૈયાર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે તેઓ એગ્રીમેન્ટ તેમજ ઓરેવા ગ્રુપ વિશે તેઓ જાણતા નથી.             




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.