Loksabha Electionની તારીખ જાહેર થયા બાદ PM Modiએ આપ્યો આ સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ લખી અને કહ્યું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-16 18:20:40

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલથી ચૂંટણી યોજાશે અને પહેલી જૂનના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાવાનું છે. 4 જૂનના રોજ પરિણામ આવવાનું છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે.  આ વખતે પણ ભારતના લોકો તેમને અપાર પ્રેમ અને આશીર્વાદ આપશે અને તેઓ ત્રીજી વખત આવી રહ્યા છે.      

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ લાગુ થઈ આચાર સંહિતા

19 એપ્રિલથી લોકશાહીના પર્વની શરૂઆત થવાની છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ માટે દેશ માટે સરકારની પસંદગી કરશે. આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જતી હોય છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી છે અને તેમાં મતદાતાઓને અપીલ કરી છે. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી કહ્યું કે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે.ભાજપ-એનડીએ આ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. 


ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર છે - પીએમ મોદી

વધુમાં તેમણે લખ્યું કે હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે આવનારા 5 વર્ષ આપણા સામૂહિક સંકલ્પનો સમયગાળો હશે જેમાં આપણે આગામી એક હજાર વર્ષની ભારતની વિકાસ યાત્રાનો રોડમેપ તૈયાર કરીશું. આ સમય ભારતના સર્વાંગી વિકાસ, સર્વસમાવેશક સમૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વનો સાક્ષી બનશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?