કાપોદ્રા અકસ્માત બાદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રિયા, પોલીસને આપી આ સલાહ! સાંભળો શું કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-31 17:15:52

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, નશાની હાલતમાં ચકચૂર થઈ અનેક નબીરાઓ ફૂલસ્પીડમાં ગાડી ચલાવે છે અને પરિણામે અકસ્માત સર્જાય છે અને લોકો પોતાના જીવનને ગુમાવે છે. અમદાવાદથી થોડા દિવસ પહેલા તથ્ય પટેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે સુરતથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વિફટ કારનો ચાલક એવી ફૂલ સ્પીડમાં ચલાવે છે કે તે પોતાની અડફેટે અનેક વાહનચાલકોને અને રાહદારીઓને લેતો જાય. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કાર ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કાયદાનો ભંગ કરનાર વાહનચાલક વિરૂદ્ધ પોલીસે કરી છે કાર્યવાહી 

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા માટે અનેક લોકો સ્ટંટ કરતા જોવા મળે છે. રિલ્સ બનાવવા માટે પોતાનો જીવ તો જોખમમાં નાખે છે પરંતુ બીજા અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે સુરતથી અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા. ઘણા સમયથી સુરતથી આ પ્રકારના વીડિયો સામે આવી રહ્યા છે. ન માત્ર સુરતથી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાંથી રિલ્સને કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. ઓવરસ્પીડિંગને કારણે તેમજ કાયદો ભંગ કરનાર વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


રાત્રીના સમયે પોલીસે કરવી જોઈએ કાર્યવાહી - કુમાર કાનાણી 

સામાન્ય લોકો તો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા હોય છે પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ જ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કુમાર કાનાણીએ નિવેદન આપ્યું હતું કે દિવસ દરમિયાન પોલીસ ડ્રાઈવનું આયોજન કરે છે, સામાન્ય માણસો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, વાહનના કાગળો વગેરે માગે છે પરંતુ નબીરાઓ રાત્રીના સમયે અકસ્માતો કરે છે. પોલીસે નશાખોરોને રોકવા માટે રાત્રિના  સમયે પોલીસે ડ્રાઈવ કરવી જોઈએ. જેથી પોલીસ રાત્રિના સમયે આવા બેફામ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે.

પોલીસે કારચાલકની નિકાળી પરેડ

સુરતમાં જે કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે નશાની હાલતમાં વાહનને ચલાવનાર યુવકની પરેડ કરાવી હતી. 6 લોકોને નશાની હાલતમાં તેણે અડફેટે લીધા હતા. ત્યારે પોલીસે પણ તેની જાહેરમાં પરેડ કાઢી હતી.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...