તથ્યકાંડ બાદ Police દ્વારા એક મહિના માટે કરવામાં આવેલી ડ્રાઈવમાં આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી અને વસૂલાયો કરોડોનો દંડ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-23 15:48:34

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઓવરસ્પીડિંગને કારણે અથવા તો નશાની હાલતમાં વાહનચાલકો જોવા મળતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સ્ટંટ કરતા લોકોને કારણે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા એક મહિના માટે અમદાવાદમાં મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં કાયદાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ડ્રિન્ક અને ડ્રાઈવ સહિત 17 હજાર કેસ કરવામાં આવ્યા છે. 1.20 કરોડ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. 


કાયદો ભંગ કરનાર લોકો પાસેથી વસૂલાયો કરોડોનો દંડ  

અમદાવાદમાં એક મહિના પહેલા ઈસ્કોન પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ઓવરસ્પીડિંગને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત તો પહેલા પણ થતાં હતા પરંતુ આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ આ અકસ્માત બાદ પોલીસ દ્વારા કરાતી કાર્યવાહી પર પણ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે આ અકસ્માત બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. એક મહિના માટે અમદાવાદમાં પોલીસે કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ત્યારે મેગા ડ્રાઈવને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. એક મહિનો પૂર્ણ થતા જે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારા છે. એક મહિના દરમિયાન અનેક લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને કરોડો રૂપિયાનો દંડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.


આટલા નબીરાઓ વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

પોલીસની કામગારી પર અનેક વખત સવાલ ઉભા થતા હોય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે. તથ્યકાંડ બાદ પોલીસ એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કાયદોભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક મહિનો પૂર્ણ થઈ ગયો છે ત્યારે એક રિપોર્ટ આવ્યો છે જેમાં આપેલા આંકડા ચોંકાવાનારા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે એક મહિના દરમિયાન કરેલી ડ્રાઈવમાં પોલીસે રેસ લગાવતા, સ્ટંટ કરતાં, ઓવરસ્પીડ અને દારૂ પીને વાહન ચલાવતા 6,700 નબીરાને પકડી પાડ્યા હતા. 


આ સ્પોટ પર બનતા હોઈ છે ગંભીર અકસ્માત 

આ ડ્રાઈવ કુલ 17,219 કેસ કરી 1.20 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઓવર સ્પીડના 4374 કેસ કરી રૂ.83.64 લાખ, રેસિંગ-સ્ટંટ તથા ભયજનક ડ્રાઈવિંગ કરનારા 1671 નબીરાને પકડીને તેમની પાસેથી 27.15 લાખનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 646 કેસ કરી 629 વાહનો જપ્ત કર્યા હતા. રિપોર્ટ અનુસાર એસજી હાઈવે પર સરેરાશ 60થી વધારે અકસ્માત સર્જાયા હતા જેમાં 11થી વધુ લોકોના મોત થયા હતા.  એસપી રિંગ રોડ પર 80 અકસ્માત અને 12 મોત, નરોડા-નારોલ રોડ 70 અકસ્માતમાં 5 મોત, યુનિવર્સિટી રોડ પર 40 અકસ્માતમાં 5 મોત, સિંધુ ભવન રોડ પર 50 અકસ્માતમાં 4 મોત અને શાંતિપુરાથી બોપલ રોડ પર 35 અકસ્માતમાં 3 મોત ઓવરસ્પીડના કારણે જ થયા હતા.


રાત્રીના સમયે પણ પોલીસ રહેશે તૈનાત

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. અનેક નિર્દોષ પરિવારો વેર વિખેર થઈ જતા હોય છે. કોઈની મજા બીજા માટે સજા બની જતી હોય છે. મળતી માહિતી અનુસાર અકસ્માતના તેમજ ઓવર સ્પીડિંગના હોટસ્પોટ ગણાતા સ્પોટ પર રાત્રીના સમયે પોલીસને તૈનાત કરવામાં આવશે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?