બોલિવુડના કિંગ ખાન મનાતા એવા શાહરૂખ ખાનને મહારાષ્ટ્ર સરકારે Y+ Security આપી છે. બોલિવુડમાં તેમની ફિલ્મને સારી સફળતા મળી છે. જવાન તેમજ પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાનના ફિલ્મની સફળતા બાદ કિંગ ખાનને ધમકીઓ મળી રહી હતી. મારી નાખવાની ધમકી શાહરૂખ ખાનને મળી હતી જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમને Y+ Security આપી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારે લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ બાદ શાહરૂખ ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે.
શાહરૂખ ખાનને અપાશે Y+ Security
બોલિવુડ હસ્તીઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનને સુરક્ષા આપવામાં આવે છે. અલગ અલગ ક્ષેણી પ્રમાણે સુરક્ષાના ઘેરામાં આ લોકો રહેતા હોય છે. જ્યારે કોઈને જાનથી મારી નાખવાની ધમકી મળે ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવે છે. અનેક બોલિવુડના કલાકારોને સુરક્ષા પ્રધાન કરવામાં આવી છે. Y+, Z+ જેવી સિક્યુરીટિ તેમને આપવામાં આવે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે બોલિવુડના મશહુર એક્ટર શાહરૂખ ખાનને Y+ Security આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તેમજ જવાન બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. આ ફિલ્મોએ સારી કમાણી કરી હતી. ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનને મારવાની ધમકી મળી રહી હતી.
મહારાષ્ટ્ર સરકારે વધારી શાહરૂખ ખાનની સુરક્ષા
જાનથી મારી નાખવાની ધમકી મળતા શાહરૂખ ખાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. હવેથી Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે. એવી માહિતી સામે આવી છે કે આ સુરક્ષાનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવવાના છે. રાજ્ય સરકારને આ અંગે તે પૈસા ચૂકવશે.