ભારતના બીજા સૌથી ધનવાન ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને હચમચાવીને રાખનાર અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર ચેતવણી જાહેર કરી છે... ગયા વર્ષે જાન્યુઆરીમાં હિંડનબર્ગે ભારતીય શેર માર્કેટમાં તોફાન મચાવી દીધું હતું... હિંડનબર્ગે મોટો આરોપ લગાવ્યો હતો જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો... ફરી એકવાર હિંડનબર્ગ ચર્ચામાં છે... સવાલ એ છે કે હવે અદાણી પછી કોનો વારો છે?
હિંડનબર્ગે ટ્વિટ કર્યું જેમાં લખ્યું હતું...
અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે સવારે ટ્વિટ કરીને એક મોટી ચેતવણી આપી છે... સવાલ એ છે કે હવે હિંડનબર્ગના નિશાના પર કોણ હશે... હિંડનબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકી જેમાં લખ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. ત્યાર પછી એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે હિંડનબર્ગ ફરી કોઈ મોટો રિપોર્ટ આપશે...
અદાણીને લઈ હિંડનબર્ગે રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં...
24 જાન્યુઆરી 2023 ભારતના ઈતિહાસની એ તારીખ છે જેણે દેશના બીજા નંબરના સૌથી અમીર માણસ અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીને હલાવીને રાખી દીધા હતા... એ દિવસે હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો... એક વર્ષ પહેલાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો... જો કે, આ પોસ્ટ દ્વારા હિંડનબર્ગે કેટલાક નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો છે, જોકે તેણે કોઈ કંપનીનું નામ આપ્યું નથી.... હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંબંધિત એક અહેવાલ પ્રકાશિત કર્યો.
અદાણીને પડ્યો હતો મોટો ફટકો!
રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં રિકવરી થઈ હતી. એ વખતે હિંડનબર્ગના રિપોર્ટના કારણે અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ વિશ્વના ટોપ25 અમીર માણસોના લિસ્ટમાંથી નીકળી ગયા હતા.. રિપોર્ટ આવ્યા પછી તેમની વેલ્યુએશનમાં પણ ઘટાડો થયો હતો. કંપનીની વેલ્યુએશન 86 ડૉલર સુધી ઘટી ગઈ હતી. આ રિપોર્ટના સંદર્ભમાં ભારતીય શેરબજાર નિયમનકાર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ હિંડનબર્ગને 46 પાનાંની કારણ બતાવો નોટિસ પણ મોકલી હતી...
SEBI માટે હિંડનબર્ગે કહી હતી આ વાત!
1 જુલાઈ, 2024ના રોજ પ્રકાશિત એક બ્લોગ પોસ્ટમાં હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે નોટિસ જણાવે છે કે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ કહ્યું, SEBIએ આરોપ લગાવ્યો છે કે હિંડનબર્ગના રિપોર્ટમાં વાચકોને ગુમરાહ કરવા માટે ખોટાં નિવેદન પણ સામેલ કરવામાં આવ્યાં છે. તેનો જવાબ આપતાં હિંડનબર્ગે SEBI પર જ અનેક પ્રકારના આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગે કહ્યું, અમારા વિચારમાં SEBI પોતાની જવાબદારીને ઇગ્નોર કરે છે, એવું જાણવા મળે છે કે તેઓ છેતરપિંડી કરનારા લોકોથી રોકાણકારોને બચાવવાને બદલે છેતરપિંડી કરનારાઓને બચાવવા માટે વધુ પ્રયત્નો કરી રહી હોવાનું જણાય છે.
શોર્ટ સેલિંગ એટલે શું...
સરળ ભાષામાં જેમ તમે પહેલા શેર ખરીદો છો અને પછી એને વેચો છો, એવી જ રીતે ટૂંકા વેચાણમાં, શેર પહેલા વેચવામાં આવે છે અને પછી એ ખરીદવામાં આવે છે. આ રીતે વચ્ચે જે પણ તફાવત આવે છે એ તમારો નફો કે નુકસાન છે.નોર્મલી તમે શેર માર્કેટમાં પૈસા લગાવો છો એવુ વિચારીને કે જે તે શેરનો ભાવ ઉંચો જશે અને તમને પ્રોફિટ મળશે.. શોર્ટ સેલિંગમાં તમે પૈસા લગાવવો છો એવુ વિચારીને કે કોઈ કંપનીના સ્ટોકની પ્રાઈઝ નીચે જશે અને તમને પ્રોફિટ મળશે.. હવે આવુ ત્યારે જ તમે કરો જ્યારે તમને આશા હોય અથવા તો ખબર હોય કે આ કંપનીની પ્રાઈઝ ઘટશે... તો શોર્ટ સેલિંગ પણ એક પૈસા કમાવવાનું માધ્યમ છે... હવે કોની ઉંઘ હિંડનબર્ગનો રિપોર્ટ બગાડે છે તે જોવાનું રહ્યું.