19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતી છે. મેચમાં મળેલી હાર બાદ જ્યારે ખેલાડીઓ ડ્રેસિંગરૂમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની આંખો ગમગીન હતી. હાર બાદ મનોબળ વધારવા માટે પીએમ મોદી ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. તે સમયનો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ ખેલાડીઓનો જુસ્સો વધારતા કહ્યું કે તમે 10-10 મેચ જીતીને આવ્યા છો, આવું તો થતું રહે છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે પીએમ મોદી કરે છે વાત!
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારતના લોકોને આશા હતી કે આ કપ ભારતીય ટીમ જીતશે પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમ જીતી. ટીમને મળેલી હાર બાદ લોકો તેમજ ખેલાડીઓ નિરાશ દેખાઈ રહ્યા હતા. ખેલાડીઓ જ્યારે ફીલ્ડ પરથી આવી રહ્યા હતા ત્યારે તેઓ એકદમ ઈમોશનલ દેખાયા હતા. પીએમ મોદી ખેલાડીઓ સાથે વાતચીત કરવા માટે ડ્રેસિંગરૂમ પહોંચ્યા હતા. ખેલાડીઓ સાથે વાત કરીને તેમના દુ:ખને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. પીએમ મોદીએ વિરાટ કોહલીને અને રોહિત શર્માને મળ્યા. ખેલાડીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તમે લોકો 10-10 મેચ જીતીને અહીં આવ્યા છો. આવું થતું રહે છે. રોહિત શર્માને તેમણે કહ્યું કે હસો ભાઈ, દેશ તમને જોઈ રહ્યો છે, આ બધું થતું રહે. રાહુલ ડ્રવિડની પણ પીએમએ મુલાકાત કરી.
ગુજરાતીમાં રવિન્દ્ર જાડેજા સાથે કરી વાત
રવિન્દ્ર જાડેજા તેમજ જસ્મીસ બુમરા સાથે પીએમ મોદીએ ગુજરાતીમાં વાત કરી. રવિન્દ્ર જાડેજા ગુજરાતી છે અને તેઓ જાડેજાને કહે છે કાં બાપુ.. ઢીલો ન પડતો.. આ પછી જાડેજા વળતો હામાં જવાબ પણ આપે છે.