થોડા દિવસ પહેલા અઢી વર્ષની માસુમ બાળકી એન્જલ બોરવેલમાં પડી ગઈ હતી. નાના ગામડાઓમાં અનેક વખત બોરવેલ બનાવવામાં આવતા હોય છે પરંતુ તેને પૂરવામાં ન આવતા આવી દુર્ઘટના સર્જાય છે અને કોઈ માસુમ પોતાનું જીવન ખોઈ બેસે છે. ત્યારે પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં તેમણે બિન ઉપયોગી બોરવેલ હોય તો પૂરવા માટે ગામજનોને સમજાવવામાં આવે. જો બિન ઉપયોગી બોરવેલ હોય તો શોધી ગુરૂજનોએ આ કામ ઉપાડી લેવું જોઈએ. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતી છે.
અઢી વર્ષની બાળકીએ ગુમાવ્યો હતો પોતાનો જીવ
દેવભૂમિ દ્વારકાથી થોડા દિવસ પહેલા એક કરૂણ ઘટના સામે આવી હતી. અઢી વર્ષની બાળકીએ રમતા રમતા પોતાનો જીવ બોરવેલમાં પડી જતા ગુમાવી દીધો. બાળકીને બચાવવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ મેદાનમાં ઉતરી હતી. કલાકોની મહેનત બાદ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની સફળતા મળી હતી પરંતુ સારવાર દરમિયાન તે દીકરીએ અંતિમ શ્વાસ લીધા. તે બાદ પરિવારમાં તેમજ લોકોમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી હતી.નાના નાના ગ્રામડાઓમાં અનેક વખત આવા અનેક બોરવેલ બનાવવામાં આવતા હોય છે. બોરવેલ તો બનાવાઈ દેવાય છે પરંતુ તેને પૂરવામાં નથી આવતા તેને ઢાંકવામાં નથી આવતા.
પ્રફુલ પાનસેરીયાએ શિક્ષકોને કરી આ વિનંતી
ખુલ્લા બોરવેલ હોવાને કારણે અનેક વખત આવી દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ માસુમે પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને વિનંતી કરતો એક પત્ર લખ્યો છે કે દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે.