વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ થયા બાદ ટ્વિટર પર ચાલ્યો I Support YuvrajSinhનો ટ્રેન્ડ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-22 14:13:26

ડમી કાંડ મામલે યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડણીનો કેસ યુવરાજસિંહ સહિત 6 લોકો વિરૂદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને એમ પણ પહેલે થી વિદ્યાર્થીઓનું સમર્થન મળ્યું હતું. ત્યારે યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડિંગ થઈ રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓ તેમજ લોકો યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા છે.  ત્યારે ટ્વિટર પર ચાલી રહ્યા ટ્રેન્ડ પર તમારૂ શું માનવું છે?




મોડી રાત્રે યુવરાજસિંહની થઈ હતી ધરપકડ!

થોડા દિવસો પહેલા ડમીકાંડમાં તોડકાંડ નવો વળાંક આવ્યો હતો. બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભાવનગર એસઓજીએ હાજર થવા યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે ગઈકાલે યુવરાજસિંહ વિરૂદ્ધ ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સમર્થનમાં પહેલેથી જ અનેક લોકો તેમજ વિદ્યાર્થીઓ હતા ત્યારે તેમની ધરપકડ બાદ ટ્વિટર પર I Support YuvrajSinh ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...