ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળેલી હિંસા હજી પણ નથી થઈ શાંત! હિંસા વધતા સેના કરાઈ તૈનાત અને ઈમરાનના નજીકના વ્યક્તિની કરાઈ ધરપકડ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-11 11:32:38

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ ફેલાયેલી હિંસા વિકરાળ રૂપ લઈ રહી છે. દેશમાં ફાટી નિકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે પાકિસ્તાનમાં વધતી હિંસાને જોતા અનેક વિસ્તારોમાં સેનાને તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તહરીક-એ-શરીફના સમર્થકો અને પાર્ટીના લીડરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઈમરાન ખાનની પાર્ટીના અંદાજીત 1900 નેતાઓ તેમજ કાર્યકર્તાઓને હિરાસતમાં લઈ લીધા છે. 

लाहौर में इमरान समर्थकों ने प्रदर्शन के दौरान एक सड़क ब्लॉक कर दी।

હિંસાને પગલે સેનાને કરાઈ તૈનાત! 

મંગળવારે ઈમરાન ખાનની ધરપકડ કોર્ટની બહાર કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આગ લગાવવામાં આવી છે. ઈલેક્શન કમિશનની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી ઉપરાંત મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રીના ઘર બહાર પણ તોડફોડ કરવામાં આવી હતી. વધતી હિંસાને જોતા સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ઉપરાંત ધારા 144 પણ લાગુ કરવામાં આવી છે. હિંસાને પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. 

लाहौर के कैंट एरिया में इमरान समर्थकों ने एक घर में आग लगा दी।

વડાપ્રધાનના ઘર પર કરાયો હુમલો! 

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે નિવેદન આપ્યું કે ઈમરાન અને પીટીઆઈએ દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આતંકવાદીઓની જેમ સૈન્ય સ્થળો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. 75 વર્ષમાં આવી ઘટના ક્યારેય નથી બની. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈમરાન ખાનના સમર્થકોએ બુધવારે લાહોર સ્થિત પીએમ શાહબાજ શરીફના ઘરે હુમલો કર્યો હતો. ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારી ત્યાંથી ભાગી ગયા હતા.        

तस्वीर में हिंसा के बीच आग में जली एक कार का मलबा नजर आ रहा है।

આરએસએસ અને બીજેપીને લઈ આ નેતાએ આપ્યું નિવેદન!

આ બધા વચ્ચે પીએમ મોદી શહબાજ શરીફના વિશેષ સહાયક અત્તા તરારએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જે લોકો તોડફોડ કરી રહ્યા છે તે બધા લોકો ભારતથી આવ્યા છે. આ લોકો આરએસએસ અને બીજેપી તરફથી મોકલવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ આરએસએસ અને બીજેપીથી જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આની પહેલા અભિનેત્રીએ પણ આવી જ કંઈક ટ્વિટ કરી હતી. અભિનેત્રીએ ટ્વિટ કરી દિલ્હી પોલીસને ફરિયાદ કરવા ઓનલાઈન લિંક માગી હતી. તેનો જવાબ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં  આવ્યો હતો.          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?