ચૂંટણી પંચ કમિશ્નર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણી પંચની નિમણૂંક પ્રકિયાને લઈ કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. નિમણૂંકની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની નિમણૂંક કઈ રીતે અને કયા આધારે થઈ તે અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. નિમણૂંકને માટે કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા કોર્ટે જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગ્યા જવાબ
પાંચ જજોની બેંચે કહ્યું કે એક બાદ એક સરકારોએ ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ નષ્ટ કરી દીધી છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સૂનાવણી દરમિયાન એક પ્રશ્ન પૂછ્યો હતો અને અરૂણ ગોયલની નિમણૂંક પર સવાલ ઉઠાવ્યો હતો કે ગુરૂવારે ગોયલને વીઆરએસ મળ્યું હતું અને સોમવારે તેઓ ચૂંટણી કમિશ્નર તરીકે તેમની નિયુક્તિ પણ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી શરૂ થઈ તેના ત્રણ દિવસની અંદર જ નિમણૂંક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણૂંક પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વરણીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તે અંગે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.
વિપક્ષોએ ભાજપ પર સાધ્યું નિશાન
આ બધા વચ્ચે મુખ્ય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી દળોએ આરોપ મૂક્તા કહ્યું કે ભાજપ સરકાર ચૂંટણી આયોગને કમજોર કરવાનું કામ કરી રહી છે.