વિરામ લીધા બાદ ફરી એક વખત વરસાદ ગુજરાતને ધમરોળશે! જાણો હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-05 10:50:57

ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં મેઘમહેર જોવા મળી હતી. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં સાર્વત્રિક વરસાદ વધુ નોંધાયો છે. છેલ્લા એક બે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો પરંતુ આવનાર દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હજી પહેલો રાઉન્ડ પૂરો નથી થયો ત્યારે વરસાદના બીજી રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં સાતમી તારીખ અને આઠમી તારીખે ભારે વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..

આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં જોવા મળશે મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જળાશયો તેમજ ડેમોમાં પાણીની આવક થઈ ગઈ છે. અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. અનેક ટકા વરસાદ વરસી પણ ગયો છે. ત્યારે થોડા દિવસો માટે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ધોધમાર વરસાદ વરસ્યો નથી જેને કારણે બફારાનું પ્રમાણ વધી ગયું છે. બફારાનું પ્રમાણ વધવાને કારણે લોકોને પરેશાની વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાત અને આઠમી તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી 

વરસાદને લઈ આગાહી કરતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં પહેલાના બે દિવસ ભારે વરસાદ નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, 6 તારીખથી વરસાદ વધવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાત અને આઠમી તારીખ માટે આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.     


આ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ

વરસાદને લઈ વાત કરવામાં આવે તો 6 જુલાઈ, ગુરૂવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર, જૂનાગઢ, ગીરસોમનાથમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈ માટે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જ્યારે સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ, શનિવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...