રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ હવે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અને એમાં પણ કથિત રીતે લોરેન્સ ગેંગનો હાથ હોય તેવું કેહવામાં આવી રહ્યું છે. સુખદેવ સિંહની હત્યા અંગે ચર્ચાઓ શાંત નથી થઈ ત્યારે વધુ એક અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
લોરેન્સ ગેંગે આપી જાનથી મારી નાખવાની ધમકી!
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની આગ હજુ બુઝાઈ નથી ત્યાં તો વધુ એક અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા અંગે વાતો થઈ રહી છે ત્યારે તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજપાલ અમ્મૂને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. જે ગેંગે સુખદેવસિંહને માર્યા હતા તે જ ગેંગના ગુંડાઓ દ્વારા આ ધમકી આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. લોરેન્સ ગેંગના કથિત ગુંડાઓએ આ ધમકી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે લોરેન્સ ગેંગને ગાળો આપીને ખોટું કરી દીધું છે, હવે તારો વારો છે, 'RIP IN ADVANCE'.તાઉ તુઝે ઉઠા લેંગે, પતા ભી નહીં ચલેગા.
ગોગામાડી હત્યા અંગે રાજસ્થાન સરકારને જાણ કરાઈ હતી!
સૂરજપાલ અમ્મૂએ આ ધમકીના જવાબમાં કહ્યું કે, હું મા કરણીનો વંશજ છું અને આવી ધમકીઓથી હું ડરતો નથી . અમે મુઘલ અને અંગ્રેજોને દેશમાંથી ભગાડ્યા છે, અમે અલાઉદ્દીન ખિલજીના દાંત ખાટા કર્યા હતા.સુરાજપાલે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે આવા ગેંગસ્ટર્સ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. NIA સતત રેડ કરીને આ લોકોને પકડી રહી છે. હેરાની વાત એ છે કે પંજાબ સરકારે પહેલા જ રાજસ્થાન સરકારને ગોગામેડીની હત્યા અંગે ચેતવણી આપી હતી, તેમ છતાં સુખદેવ સિંહ ગોગામેડીને સુરક્ષા આપવામાં આવી નહીં. આવા આક્ષેપો સુખદેવ ગોગોમેડીની પત્ની દ્વારા કરવામાં આવ્યા છે.
રાજપૂત સમાજના લોકો કરી શકે છે આંદોલન!
જ્યારે હત્યાની ઘટના બની ત્યારથી આ ઘટનાને લઈ સમસ્ત રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું. બાઈક સળગાવ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ન માત્ર રાજસ્થાનમાં પરંતુ ગુજરાતમાં પણ આ ઘટનાના પડઘા પડ્યા હતા. હત્યાની આગ હજી શાંત નથી થઈ ત્યારે તો બીજા એક અધ્યક્ષને મારી નાખવાની ધમકી મળી છે. હવે દેશભરમાં રાજપૂત સમાજના લોકો ઉગ્ર આંદોલન કરે તેવું લાગી રહ્યું છે.