સિવિલના ઇન્ચાર્જનો ફોન ચોર્યા બાદ બીકના માર્યે પરત મૂકી ગયો


  • Published By :
  • Published Date : 2022-11-04 15:17:37

નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ ઓફિસમાં આજે સવારે ઇન્ચાર્જ આરએમઓનો મોબાઈલ નજર સામેથી ગાયબ થઇ ગયો હતો.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આર.એમ.ઓ ઓફિસમાં ઇન્ચાર્જ આરએમઓ ડો.ઓનકાર ચૌધરીનો ગુરુવારે સવારે અચાનક ટેબલ પરથી તેમનો ફોન ગાયબ થઇ ગયો હતો.જોકે તેમની પાસે દર્દી, તેમના સંબંધી સહિતના વ્યકિતો કામ અર્થે કે મુલાકાત માટે અવાર જવર કરતા હોય છે. તેવા સમયે ડો. ચૌધરી પોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે તેમની નજર સાથે ટેબલ ઉપર મુકેલો મોબાઇલ કોઇ વ્યકિત લઇને જતો રહ્યો હતો. બાદમાં તે વ્યકિતએ મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જોકે તેમણે તથા ત્યાંના સ્ટાફે ધણી શોધખોળ કરતા મોબાઇલ મળ્યો ન હતો. જેથી આ અંગે તેમણે ખટોદરા પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે ત્યાંના  સી.સી ટીવી કેમેરા ચેક કરવાના કર્મચારીઓએ શરૃ કર્યા હતા. ત્યારે સાંજે આર.એમ.ઓ કચેરીની એક ઓફિસ માંથી ફાઇલ નીચેથી તેમનો મોબાઇલ મળી આવ્યો હતો. જોકે કોઇ વ્યકિત તેમનો મોબાઇલ કોઇ કારણસર સંતાડી દીધો હતો. જયારે પકડાઇ જવાની બીકના લીધે તે વ્યકિત મોબાલઇ મુકી દીધો હશે. એવુ ડોકટરે કહ્યુ હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?