સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી સામેલ થયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 09:32:03

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર સુધી જવાની છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. આ યાત્રામાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા છે. પ્રિયંકા ગાંધી પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે આ યાત્રામાં સામેલ થઈ છે. આ પહેલા આ યાત્રામાં સોનિયા ગાંધી પણ સામેલ થયા છે ઉપરાંત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ ચૂક્યા છે. ત્યારે આજે પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ગાંધી પતિ સાથે થયા ભારત જોડો યાત્રામાં સામેલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે આ યાત્રામાં પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી પ્રિયંકા આ યાત્રામાં જોડાઈ છે. ભારત જોડો યાત્રાને અંદાજીત 78 દિવસ વિતી ગયા છે. પરંતુ આટલા દિવસો સુધી રાહુલ ગાંધીની યાત્રામાં પ્રિયંકા ગાંધી દેખાયા ન હતા જેને કારણે ભાજપે તેમની આ યાત્રા પર પ્રહાર કર્યા હતા.


આ કારણથી રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો યાત્રા

આ યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશની ચૂંટણીને લઈ ભાજપ પર રાહુલે પ્રહાર કર્યા હતા. ઉપરાંત ભારત જોડો યાત્રા કેમ કરવી પડી તે અંગે ખુલાસો આપતા કહ્યું કે લોકતંત્રના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે અમે વિચાર્યું કે રોડ પર ઉતરી અને જનતા વચ્ચે જઈએ. રોડ પર યાત્રા કરી જનતાને મળીએ, ખેડૂટતોને ગળે લગાવીયે, મજૂરો અને વેપારીઓની વાતો સાંભળીયે. આ બધા માટે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.