ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તંગદીલી ચાલી રહી છે, પણ બંને દેશો વચ્ચેના સામાજીક સંબંધ યથાવત છે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની દેશમાં ખૂબ ચર્ચા થઈ હતી. હવે અન્ય એક પાકિસ્તાની યુવતી ભારત આવી પહોંચી છે. પાકિસ્તાનથી ભારત આવેલી જાવેરિયાનું વાઘા-અટારી બોર્ડર પર વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.જાવેરિયા ખાસ ભારતમાં લગ્ન કરવા માટે પાકિસ્તાનના કરાચીથી ભારત એકલી આવી છે કોલકાતાના સમીર સાથે જાવેરિયાની આજથી પાંચ વર્ષ પહેલા સગાઈ થઈ હતી. જો કે તેની વીઝા અરજી અવારનવાર કેન્સલ થતી હતી, અંતે વીઝા મળતા તે લગ્ન કરવા આવી પહોંચી હતી.
#WATCH अमृतसर: एक पाकिस्तानी युवती जवेरिया खानम कोलकाता निवासी अपने मंगेतर समीर खान से शादी करने के लिए भारत पहुंची।
उन्होंने कहा, ''मैं बेहद खुश हूं...मैं भारत सरकार को धन्यवाद देना चाहती हूं...हमारे रिश्ते को 5 साल हो गए हैं। वीजा के लिए कोशिश कर रहे थे लेकिन वीजा नहीं लग रहा… pic.twitter.com/xlYmWtUj3y
— ANI_HindiNews (@AHindinews) December 6, 2023
આગામી 6 જાન્યુઆરી થશે લગ્ન
#WATCH अमृतसर: एक पाकिस्तानी युवती जवेरिया खानम कोलकाता निवासी अपने मंगेतर समीर खान से शादी करने के लिए भारत पहुंची।
उन्होंने कहा, ''मैं बेहद खुश हूं...मैं भारत सरकार को धन्यवाद देना चाहती हूं...हमारे रिश्ते को 5 साल हो गए हैं। वीजा के लिए कोशिश कर रहे थे लेकिन वीजा नहीं लग रहा… pic.twitter.com/xlYmWtUj3y
જાવેરિયા ખાનમને 45 દિવસના વિઝા મળ્યા છે. સમીર અને જાવેરિયા આગામી 6 જાન્યુઆરીએ લગ્નગ્રંથીથી જાોડાશે. આ યુગલે લગ્ન કરવા માટે પાંચ વર્ષ રાહ જોઈ છે. જાવેરિયાની વિઝા એપ્લિકેશન સતત બે વખત કેન્સલ થતા તેમના લગ્નનો પ્લાન ખોરંભે ચડ્યો હતો. જાવિરેયાના પિતાએ જણાવ્યું કે કોલકાત્તામાં રહેતા સમીરના પરિવારે જાવેરિયાનો હાથ માંગ્યો હતો અંતે બંને પરિવારે રાજીખુશીથી બંનેની સગાઈ કરી હતી. જો કે હાલ તો માત્ર જાવેરિયા ખાનમને જ વીઝા મળ્યા છે.
કઈ રીતે થયો પ્રેમ?
જાવેરિયા પાકિસ્તાનના કરાચી અને સમીર ભારતના કોલકાત્તામાં રહે છે, હવે આ બંને કયા સંજોગોમાં મળ્યા તે કહાની રસપ્રદ છે. સમીરના જણાવ્યા પ્રમાણે તેણે પહેલી વખત જવેરિયાની તસવીર વર્ષ 2018માં જોઈ હતી. તેની માતાના મોબાઈલમાં જવેરિયાની તસવીર હતી, તે વખતે તે જર્મનીમાં અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે ભારત આવ્યો ત્યારે તેણે માતાના મોબાઈલમાં અચાનક જ જવેરિયાની તસવીર જોતા જ તેને જવેરિયા સાથે પ્રેમ થઈ ગયો અને તેણે માતાને કહ્યું કે મારે આ છોકરી સાથે લગ્ન કરવા છે. બાદમાં સમીરના પરિવારજનો પાકિસ્તાન સ્થિત જવેરિયાના પિતા અજમત ઈસ્માઈલ પાસે સગાઈની વાત કરતા તેઓ સગાઈ માતે રાજી થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે જવેરિયાના પિતા અને સમીરની માતા કઝીન છે.