Valsadથી સામે આવ્યા દ્રશ્યો જે જોયા બાદ લાગશે કે આપણે વિકાસની વાતો તો કરીએ છીએ પરંતુ.. જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-17 14:27:09

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામથી એક વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ભેંસદરા ગામના લોકોએ જોખમી રીતે સ્મશાનયાત્રા કાઢવી પડી છે જેનો વીડિયો ધારાસભ્ય અનંત પટેલે શેર કર્યો છે. મૂળ વાત એમ છે કે ભેંસદરા ગામનું સ્મશાન નદીના એક ટાપુ પર આવેલુ છે. ત્યાં જવા માટે લોકોએ 3 કિમીનું અંતર કાપવું પડે છે. 

ધરમપુરના ભેંસદરા ગામમાં આવેલી નદી...

ત્રણ કિલોમીટરનું અંતર ન કાપવું પડે તે માટે લોકો નદીમાં કેડસમા પાણી હોય ત્યારે પાણીમાં ઉતરીને જ જતા હોય છે. લોકોએ 3 કિમી દૂર ફરીને અને પાણીમાં ઉતરીને ન જવું પડે તે માટે અહીં એક કોઝવે બનાવી આપવાની માગ કરી છે. તંત્ર દ્વારા અહીં કોઝવે બનાવવાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસદરા ગામ પાસેથી પસાર થતી લાવરી નદીના વચ્ચે રાજા રજવાડાના સમયથી ટાપુ આવ્યો છે. જેમાં રાજાના સમયથી સ્મશાન બનાવવામાં આવ્યું છે. રાજાના સમયથી લાવરી નદીની વચ્ચે આવેલા ટાપુ ખાતે આવેલા સ્મશાનમાં જવા માટે 2 રસ્તા બનાવવામાં આવ્યા હતા. 



વિકાસની વાતો કરીએ છીએ પરંતુ અનેક વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત!

જે પૈકી એક રસ્તો 3 કિલોમીટરથી વધુનું અંતર કાપી ટાપુ ઉપર જાય છે. જ્યારે અન્ય એક શોર્ટકટ રસ્તો નદીના તટમાંથી જાય છે. ભેંસધરા ગામમાં એક વૃદ્ધાનું મૃત્યુ થયું તો આવી પરિસ્થિતિમાં અંતિમ યાત્રા કાઢવી પડી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લાવરી નદી ઉપર કોઝવે બનાવવા સ્થાનિક લોકોએ વારંવાર રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી રજુઆત ધ્યાને ન લેવાતા મૃતકના શબને ચોમાસા દરમિયાન નદીના વહેતા પાણીમાં લઈ જવાની ફરજ પડે છે. ત્યારે અનેક ગામડા એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ છે આપણે વિકાસની વાતો કરીએ છીએ પણ આદિવાસી વિસ્તારોમાં જીવન જરૂરી સુવિધાઓ પણ નથી પહોંચી! ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?