Narmada જિલ્લામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ જોયા બાદ MLA Chaitar Vasavaએ Jamawatને જણાવ્યો લોકોનો રોષ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-25 10:44:39

સપ્ટેમ્બરની શરૂઆત થતાં જ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ઓગસ્ટ મહિનામાં વરસાદ બિલકુલ ન પડ્યો હતો જ્યારે ચાલુ મહિને એટલો વરસાદ વરસ્યો કે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સરદાર સરોવર ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એકાએક શહેરોમાં તેમજ ગામોમાં પાણી આવી જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાયા હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ પુર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત છે તેવી વાત, તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા. 

નેતાઓને, ધારાસભ્યોને કરવો પડ્યો વિરોધનો સામનો 

નર્મદા જિલ્લામાં તેમજ ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીએ તબાહી નચાવી છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેને કારણે ઘરવકરીને તો નુકશાન થયું છે. અવ્યવસ્થાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોને મળવા જ્યારે નેતાઓ અથવા તો ધારાસભ્યો જતા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હતો. 


ચૈતર વસાવાએ કહી આ વાત.... 

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જીત છે તેવા આક્ષેપો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો પણ આવું જ માને છે કે નેતાઓને ખુશ કરવા માટે કરાયેલી ચાપલૂસી તેમને ભારે પડી રહી છે. ત્યારે જમાવટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે વાત કરી હતી. સંવાદ દરમિયાન ચૈતર વસાવાએ પણ આ જ વાત કહી. ઈન્ટરવ્યું દરમિયાન તેમણે જણાવ્યું કે ગ્રાઉન્ડી પર પરિસ્થિતિ કેવી છે. કાચા મકાનો પૂરી રીતના ધરાશાયી થઈ ગયા છે, પશુઓના જીવ પણ આને કારણે ગયા છે. તેમણે એવું કહ્યું કે આ સ્થિતિને સામાન્ય થતા અનેક વર્ષો વીતિ શકે છે. માત્ર 15 મિનીટની અંદર પાણી ભરાઈ જવાને કારણે લોકો પહેરે લા કપડે પોતાનો જીવ બચાવા માટે નાસી ગયા છે. આ પુરને કારણે મોટી તારાજી સર્જાઈ છે. 



લોકોને જ નુકસાન વેઠવાનો વારો આવે છે!

મહત્વનું છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોના ઘરો ડૂબી ગયા છે. ઘરવકરીનો નાશ થયો છે. પુરના પાણી તો ઓસરી જશે પરંતુ આ પુરને કારણે સર્જાયેલી તારાજી, થયેલા નુકસાનનો ભોગ તો લોકોને જ બનવું પડે છે ને.. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...