સાળંગપુર બાદ વધુ એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિને લઈ છેડાયો વિવાદ! હનુમાનજી કરી રહ્યા છે ફળો અર્પણ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-02 16:05:58

એક તરફ હજી સાળંગપુર મંદિરનો વિવાદ શાંત નથી થયો, ત્યાં તો અનેક સ્વામીનારાયણ મંદિરોમાંથી હનુમાનજીની પ્રતિમાઓ સામે આવી રહી છે જેને કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં આવેલા અલગ અલગ સ્વામિનારાયણ મંદિરથી મૂર્તિઓના ફોટા  સામે આવી રહ્યા છે જેમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે.  


સાળંગપુરના ભીંતચિત્રોમાં હનુમાનજીને દર્શાવાયા છે દાસ  

સાળંગપુર મંદિરમાં 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્યકારો તેમજ હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ પણ કર્યો છે ત્યારે હવે એક બાદ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીને દાસ બતાવાયા  હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 


હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે લોયાધામમાં   

સાળંગપુર, કુંડળધામ, પાટડીમાં વણીન્દ્રા ધામ બાદ સાયલાના લોયાધામમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ બતાવાયા છે. અહીં સાળંગપુર જેવી જ હનુમાનજીની મૂર્તિ બનાવાઈ છે. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોયાધામ ખાતે ભીંતચિત્રોમાં હનુમાનજીને નિલકંઠવર્ણીના દાસ દર્શાવાયા છે. હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે બતાવ્યા છે ત્યારે સંતો વિરોધ કરતાં કહે છે કે સ્વામિનારાયણના મંદિરોમાં સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે 


આ મંદિરમાં આવેલી મૂર્તિને લઈને પણ છેડાયો વિવાદ!

આવો જ વિવાદ સુરેન્દ્રનગરના પાટડીના વણીન્દ્રા ધામમાં પણ થયો હતો ત્યાં પણ  હનુમાનજીને નિલકંઠવર્ણીને ફળ આપતા બતાવ્યા છે. જે ચિત્રમાં જોઈ શકાય છે હનુમાનજી નિલકંઠવર્ણીની ભક્તિ કરી રહ્યાં છે. , સુરેન્દ્રનગરના છેવાડાના પાટડી તાલુકામાં વણીન્દ્રા ધામ આવેલું છે  સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પણ હનુમાનજીની મૂર્તિ લઈને વિવાદ સર્જાયો છે. કુંડળધામમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લઈને હવે અલગ અલગ જગ્યાઓથી આવ્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે. 


મીડિયાની એન્ટ્રી પર લગાવાયો પ્રતિબંધ 

મહત્વનું છે કે સાળંગપુરમાં વિવાદ પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. અલગ અલગ ધર્મગુરૂઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. વિવાદ બાદ સાળંગપુરમંદિરમાં પત્રકારો પર પ્રતિબંધ મુકીદેવમાં આવ્યો છે સાથે સાથે મોટી સાંખ્યમાં ત્યાં પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો છે હવે આ વિવાદ ક્યારે શાંત થશે અને સંતો અને સ્વામી બધા ક્યારે સમજશે એ જોવાનું રહ્યું!



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?