સાક્ષી મલિક બાદ બજરંગ પુનિયાની મોટી જાહેરાત, PM મોદીને પત્ર લખીને પદ્મ એવોર્ડ કર્યો પરત


  • Published By :
  • Published Date : 2023-12-22 18:29:30

સંજય સિંહને ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બન્યાને માત્ર 24 કલાક જ થયા છે. તેઓ કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. જેના કારણે બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો નિરાશ થયા છે. સંજય સિંહના અધ્યક્ષ બન્યાના કલાકોમાં જ સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કરવાનો નિર્ણય કર્યો છે.જાન્યુઆરીમાં, બજરંગ, સાક્ષી અને વિનેશ ફોગાટની આગેવાની હેઠળ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ શરૂ કર્યો. તેમના પર જાતીય સતામણીનો આરોપ હતો.


બજરંગે PM મોદીને પત્ર લખ્યો  


ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. લેટર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. તેમને કહેવા માટે મારો આ પત્ર છે, આ મારું નિવેદન છે. આ પત્રના અંતમાં બજરંગે લખ્યું- અમે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને અમારી ઓળખાણ કરાવતા, તો લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને અણગમો થશે કારણ કે આટલું સન્માનિત જીવન જે દરેક મહિલા રેસલર જીવવા માંગે છે તેનાથી તેને વંચીત કરી દેવામાં આવી છે.  


તેમને પદ્મશ્રી ક્યારે મળ્યો હતો?


બજરંગ પુનિયાને 2019માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ વર્ષે બજરંગને ખેલ રત્ન એવોર્ડ પણ મળ્યો હતો. 29 વર્ષનો બજરંગ ભારતના સૌથી સફળ કુસ્તીબાજોમાંનો એક છે. તેના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ, એશિયન ગેમ્સમાં બે, કોમનવેલ્થ ગેમ્સમાં 3 અને એશિયન ચેમ્પિયનશિપમાં 8 મેડલ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?