Punjab બાદ આ રાજ્યમાં Congress એકલા હાથે ચૂંટણી લડશે, એક તરફ ગઠબંધનની વાતો તો બીજી તરફ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 09:53:52

લોકસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. દરેક પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. 2024માં મોદીને પરાસ્ત કરવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓ એકત્રિત થઈ છે. 28 પાર્ટીઓએ ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. INDIA એલાયન્સની અનેક મીટિંગ થઈ છે. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષની એકતા મિટીંગમાં દેખાય છે પરંતુ જ્યારે રાજ્યની વાત આવે છે ત્યારે વિપક્ષી એકતામાં તિરાડ દેખાતી હોય તેવું લાગે છે. 



પંજાબમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે 

પંજાબમાં કોંગ્રેસ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી તે બાદ હવે હરિયાણામાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના કોંગ્રેસના નેતાઓએ પણ બધી લોકસભા બેઠકો પર તેમનો પક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે દિલ્હીમાં પણ બધી બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. 


પંજાબ બાદ હરિયાણામાં એકલા હાથે કોંગ્રેસ ચૂંટણી લડશે 

પંજાબ માટે જ્યારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં બધી 13 લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા લડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભલે રાષ્ટ્રીય સ્તરે બધા વિપક્ષી દળોનું ઈન્ડિયા જોડાણ બન્યું હોય, પરંતુ પંજાબમાં તેમની સાથે કોઈ સમજૂતી નથી. પંજાબની જેમ હરિયાણા માટે પણ આવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ પણ જાહેરાત કરી છે કે હરિયાણાની બધી લોકસભા બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. હરિયાણામાં કોંગ્રેસ પક્ષ એકલો ભાજપને ટક્કર આપવા સક્ષમ છે તેવી વાત પૂર્વ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.


એક તરફ સંગઠનની વાત તો બીજી તરફ એકતામાં તિરાડ!

મહત્વનું છે કે INDIA ગઠબંધનને લઈ અનેક વખત પાર્ટીઓની બેઠકો મળી છે. અનેક મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ છે. ગઈકાલે પણ ઈન્ડિયા અલાયન્સની બેઠક મળી હતી જેમાં સીટ શેરિંગ જેવી અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. એક તરફ સિટ શેરિંગને લઈ ચર્ચાઓ થઈ રહી છે તો બીજી તરફ એક બાદ એક કોંગ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે તે એકલા હાથે ચૂંટણી લડશે. રાજકીય સ્તરે તો એકતા દેખાઈ રહી છે પરંતુ જ્યારે રાજ્યોની વાત થાય ત્યારે આ એકતામાં તિરાડ પડતી દેખાઈ રહી હોય તેવું લાગે છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.