ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ 112 નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ હતી. ધમકી મળ્યા બાદ પોલીસે અજ્ઞાત વ્યક્તિ સામે કેસ દાખલ કરી લીધો છે. ધમકી આપનાર વ્યક્તિએ જણાવ્યું કે હું જલ્દી જ સીએમ યોગી આદિત્યનાથને મારી દઈશ. ધમકી મળ્યા બાદ 112ના ઓપરેશન કમાંડરે આ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.
પીએમ મોદીને પણ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી!
રાજનેતાઓને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. કોચિની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી બોમ્બ વડે મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે બાદ તંત્ર સતર્ક થઈ ગઈ છે.
આ મામલે કેસ કરાયો દાખલ!
મહત્વનું છે કે થોડા દિવસો પહેલા ફેસબૂક પર પણ તેમને જાનથી મારવાની ધમકી મળી હતી. ત્યારે ફરી એક વાર 23 એપ્રિલે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી અનુસાર યોગી આદિત્યનાથને રવિવારે સાંજે શહીદ પથ સ્થિત યુપી 112ના મુખ્યાલય પર જાનથી મારવાનો મેસેજ આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે. ધમકી આપતા વ્યક્તિએ કહ્યું હતું કે હું જલ્દી સીએમ યોગીને મારી નાખીશ. આ મામલે ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે જે મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી તેના આધારે રિપોર્ટ દાખલ કરીને આરોપીને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.