પોલીસકર્મીઓ બાદ હવે 2 લાખથી વધુ શિક્ષકોને અપાશે CPRની તાલીમ, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-11-22 21:45:27

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. પહેલા તો આધેડ વયના લોકો પર હાર્ટ એટેકનું જોખમ રહેતું પણ હવે તો યુવાનો અને તરૂણો પણ હ્રદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે પોલીસકર્મીઓ બાદ હવે રાજ્યના શિક્ષકોને પણ CPRની તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. 


2 લાખ શિક્ષકોને CPR તાલીમ અપાશે


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ માટે CPR તાલીમ કેમ્પ પણ યોજવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખુદ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી બેઠક


શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે બેઠક યોજાઇ હતી. જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા. કુબેર ડિંડોરે આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ માટે ખાસ અભિયામ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકઓને પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108ને ત્વરીત બોલાવતા 05 થી 10 મિનિટનો સમય જતો હોય છે. તે 05 થી 10 મીનીટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવું ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.


CPR તાલીમનું પ્રમાણપત્ર અપાશે


આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં 2 લાખથી વધારે શિક્ષકોને આ CPR ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં ગુજરાતની 37 મેડિકલ કોલેજો અને અન્ય 14 સ્થળો પર 2500 થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનિંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં સવારે 10 થી સાંજે 5 કલાક સુધી યોજાશે. જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?