માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-30 14:43:13

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું સવારે નિધન થયું હતું. માતાનું અવસાન થતા તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. માતાના અંતિમસંસ્કાર કર્યા બાદ તેઓ પોતાના કાર્યો પર લાગી ગયા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળને 7800 કરોડની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મમતા બેનર્જીએ પણ  હીરાબાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

 

મમતા બેનર્જીએ કાર્યક્રમને ટૂંકાવવા અપીલ કરી 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ પીએમ મોદીએ 7800 કરોડના વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી જે ટ્રેન હાવડા ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે.મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમને ટુંકાવવાની અપીલ કરી હતી.



ભગવાન પીએમ મોદીને દુખ સહન કરવાની શક્તિ આપે  

મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. વધુમાં તેમણે કહ્યું કે હું તમને અપીલ કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.  


અંગત કારણોસર અહીં આવી શક્યો નહીં - પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે આજે માટે તમારા બધાની વચ્ચે આવવું હતું. હું અંગત કારણોસર અહીં આવી શક્યો નથી, હું આ માટે માફી માંગુ છું. આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોતો મળ્યો છે. બંગાળના દરેક કણને આઝાદીનો ઈતિહાસ તેમાં જોડાયેલો છે. જે ભૂમિ પરથી વંદે માતરમનો નારા લગાવવામાં આવ્યો હતો ત્યાંથી વંદે ભારતને લીલી ઝંડી બતાવી છે. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.