સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં નાના પાટેકર સેલ્ફી લેવા આવેલા ફેનને ટપલી મારે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે ફિલ્મની શુટિંગ દરમિયાન એક વ્યક્તિ નાના પાટેકર સાથે સેલ્ફી લેવા આવે છે. યુવાન ફિલ્મની શુટિંગ વચ્ચે આવ્યો જેને કારણે નાના પાટેકરે તેને ટપલી મારી તેવું અનુમાન લોકો લગાવી રહ્યા હતા, વીડિયો વાયરલ થયા બાદ નાના પાટેકર ટ્રોલ પણ ઘણા થઈ રહ્યા હતા. લોકોમાં નાના પાટેકરને લઈ રોષ જોવા મળ્યો હતો. વિવાદ વધતા નાના પાટેકરે આ અંગે ખુલાસો કર્યો છે જેમાં તેઓ તે વ્યક્તિની માફી માગી રહ્યા છે.
નાના પાટેકરનો વીડિયો થઈ રહ્યો હતો વાયરલ
જે વીડિયો નાના પાટેકર દ્વારા શેર કરવામાં આવ્યો છે તેમાં નાના પાટેકરે કહ્યું કે 'એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેં એક છોકરાને માર્યો છે. જોકે આ સિક્વન્સ અમારી ફિલ્મનો ભાગ છે, અમે રિહર્સલ કર્યું હતું. અમે શરૂઆત કરવા જ હતા ત્યારે વીડિયોમાં દેખાતો છોકરો અંદર આવ્યો. મને ખબર ન હતી કે તે કોણ છે, મને લાગ્યું કે તે અમારા જૂથમાંથી એક છે તેથી મેં તેને ટપલી મારી. પાછળથી, મને ખબર પડી કે તે ક્રૂ મેમ્બરનો ભાગ નથી. અમે તેને બોલાવ્યો પણ ત્યાં સુધી તે ભાગી ગયો હતો. મહત્વનું છે કે ફિલ્મની શુટિંગ દરમિયાનનો તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.