દર્શકોને સોની ટીવી પર આવતો શો 'બડે અચ્છે લગતે હેં 2' ખૂબ પસંદ આવી રહ્યો છે. રામ અને પ્રિયાની જોડી લોકોને જોવી ગમી રહી છે. પહેલા પાર્ટની જેમ આ પાર્ટને પણ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ સેટ પરથી દર્શકોને નિરાશ કરે તેવા સમાચાર આવ્યા છે. રામનો કિરદાર નિભાવતા નકૂલ મહેતાએ તો શો છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે પ્રિયાની ભૂમિકા ભજવનાર દિશા પરમારે પણ શો છોડવાની જાહેરાત કરી દીધી છે.
દિશા પરમાર ટૂંક સમયમાં શોને કહેશે ટાટા-બાય બાય
બડે અચ્છે લગતે હેંમાં સાક્ષી તનવર અને રામ કપૂરની જોડીને દર્શકો તરફથી જે પ્રેમ મળ્યો હતો તેવો જ પ્રેમ નકૂલ મહેતા અને દિશા પરમારની જોડીને મળી રહ્યો છે. સોની ટીવી પર બડે અચ્છે લગતે હેં 2માં બંને મુખ્યભૂમિકા નિભાવી રહ્યા છે. લોકો આ જોડીને જોવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે નકુલ મહેતાએ આ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે દિશા પરમાર પણ આ શોમાં નહીં જોવા મળે. દિશા પરમાર પણ શોને અલવિદા કહી રહી છે.
આ કારણોસર લીધો આ નિર્ણય
કયા કારણોસર દિશા શો છોડી રહી છે તેનો જવાબ તેમણે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. તેમણે કીધું કે તે ઘણા સમયથી આ શો છોડવા માગતી હતી, કારણ કે તેને પાંચ વર્ષની પુત્રીની માતાનો રોલ નથી નિભાવવો. થોડા સમય સુધી તેમણે પોતાનો નિર્ણય ટાળ્યો પરંતુ હવે તે શોને છોડી રહી છે.