લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ પરિણામો પણ સામે આવી ગયા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે જ્યારે મિઝોરમમાં ZPMએ જીત હાંસલ કરી છે. પાંચ રાજ્યોના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 6 ડિસેમ્બરે બોલાવી છે. મિટીંગની ઘોષણા કરવામાં આવી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં દિગ્ગજ નેતાઓ જેવા કે મમતા બેનર્જી, નિતીશ કુમાર, અખિલેશ યાદવ સામેલ નહીં થાય. ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ નેતાઓની ગેરહાજરી જોવા મળશે તેવી વાત સામે આવી છે.
6 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠકનું કરાયું છે આયોજન
મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન તેમજ મિઝોરમ માટે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપીએ જીત હાંસલ કરી જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર તેલંગાણા આવ્યું. મિઝોરમમાં ZPMની સત્તા બનશે. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી. વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મળેલી હાર બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવ્યું છે. પરિણામ પછી મલ્લિકાર્જુન ખડગેએ બેઠકનું આયોજન કર્યું છે પરંતુ અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠકથી દૂર રહેવાના છે તેવી માહિતી સામે આવી છે. 6 ડિસેમ્બરે મળનારી બેઠક પહેલા અનેક નેતાઓ આમાં હાજરી નહીં આપે તેવી વાત સામે આવી છે. આ નેતાઓમાં નીતિશ કુમાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવ જેવા નેતાઓ હાજર નહીં રહે તેવી માહિતી સામે આવતા ઈન્ડિયા ગઠબંધનના ભવિષ્ય પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.
મમતા બેનર્જીએ બેઠકને લઈ કહી આ વાત!
મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ બેઠકને લઈ જણાવ્યું કે આ બેઠક અંગે તેમને કોઈ પ્રકારની માહિતી આપવમાં નથી આવી. મમતા બેનર્જીએ મિટીંગ અંગે કહ્યું કે , 'હુ નથી જાણતો. મને આ બેઠક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેથી મેં ઉત્તર બંગાળમાં મારો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જો અમને આ બેઠક વિશે ખબર હોત તો અમે આ કાર્યક્રમનું આયોજન ન કર્યું હોત. અમે ચોક્કસપણે તે બેઠકમાં હાજરી આપી હોત, પરંતુ અમને આ બેઠક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મમતાના નિવેદન પર અધીર રંજન ચૌધરી બગડ્યા.
ખરાબ તબિયત હોવાને કારણે નીતિશ કુમાર નહીં રહે હાજર!
મીડિયા સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે 'તેમનો ઘમંડ ચૂંટણી પહેલા પણ એવો જ હતો. પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી, પરંતુ તેમણે લોકોને ભાજપને હરાવવા માટે વિરોધ પક્ષોને મત આપવાની અપીલ પણ કરી ન હતી. ન માત્ર મમતા બેનર્જી પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, અખિલેશ યાદવ આ બેઠકમાં સામેલ નહીં થાય તેવી માહિતી સામે આવી છે. નીતિશ કુમારની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે તેવી માહિતી સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધનમાં શરૂ થયેલા ડખાને જોતા લોકોના મનમાં સવા હશે કે શું આ સંઘ કાશીએ પહોંચશે?