મલેશિયા બાદ હવે ઈરાનમાં પણ ભારતીયો વિઝા વગર પ્રવાસ કરી શકશે, જાણો કેટલા દેશોમાં છે Visa ફ્રી એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-12-15 15:58:55

વિદેશ પ્રવાસ કરવા ઈચ્છુક ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ મલેશિયા અને થાઈલેન્ડ બાદ હવે ઈરાને પણ ભારીતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે. ઈરાને પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ભારત સહિત 33 નવા દેશોના પ્રવાસીઓ માટે વીઝાની અનિવાર્યતા રદ્દ  કરી દીધી છે. હવે ભારતીય નાગરિકોએ ઈરાન જવા માટે વીઝા લેવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનિય છે અત્યાર સુધી વિશ્વના 57 દેશોએ ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે.


આ દેશોમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી


ફિઝી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનીશિયા, નિયૂ, પલાઉ આઈલેન્ડ, સમાઓ, તુવાલૂ, વનુઆટૂ, ઈરાન, જોર્ડન, ઓમાન, કતર, અલ્બાનિયા, સર્વિયા, બારબાડોસ, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજીયન્સ, ટ્રિનિડાડ એન્ડ ટોબેકો, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, સેંન્ટ લુસિયા, લાઓસ, માલદીવ, મ્યાનમાર, નેપાલ, થાઈલેન્ડ, ટિમોર-લેસ્તે, બોલિવિયા, ગૈબોન, ગિની, બિસાઉ, મડાગાસ્કર, મોરિટાનિયા, મોરેશિયસ, મોઝામ્બિક, રવાન્ડા, સેનેગલ, સેશલ્સ, સિયેરા લિયોન, સોમાલિયા, ટાન્ઝાનિયા, ટોગો, ટ્યૂનીશિયા, ઝિમ્બામ્વે, કેપ વર્ડે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, બુરૂંડી, કઝાકિસ્તાન અને અલ સાલ્વાડોર સહિતના દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. 


આ દેશમાં જવા માટે વીઝા અનિવાર્ય


વિશ્વના એવા દેશો પણ છે જ્યાં જવા માટે ભારતીયોએ વીઝા અરજી કરવી પડે છે. દુનિયાના આવા 177 દેશ છે જેમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા, યુરોપિયન યુનિયનના દેશો છે જે ભારતીયોને કોઈ પણ પ્રકારની તપાસ વિના કોઈને પણ વીઝા આપતા નથી. આ દેશોના વીઝા મેળવવા માટે ભારતીયોએ ખુબ રાહ જોવી પડે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?