દુનિયાનો કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને સંગઠન વગર ના ચાલે . સંગઠનએ કોઈ પણ રાજકીય પક્ષનું હૃદય છે . વાત કરીએ વર્તમાનમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો તેનું હૃદય છે RSS એટલેકે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ . આજે ખુબ લાંબા સમય બાદ પીએમ મોદી નાગપુર પહોંચ્યા છે . તો આવો જાણીએ નાગપુરમાં શું છે પીએમ મોદીનો કાર્યક્રમ સાથે જ પીએમ મોદી ક્યા ક્યા મહત્વના પ્રોજેક્ટની આધારશિલા રાખવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુર પહોંચી ચુક્યા છે. નાગપુરમાં પીએમ મોદી આરએસએસના મુખ્યાલય કેશવ કુંજની મુલાકાત લેવાના છે. આ મુલાકાત મહત્વની મનાય છે કેમ કે , આજે મરાઠા નવ વર્ષ ગૂડી પડવો છે સાથે જ હિન્દૂ નવ વર્ષને લઇને સંઘના પ્રતિપદાના કાર્યક્રમનું આયોજન કરેલું છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૧૨ પછી આરએસએસના નાગપુર સ્થિત કાર્યાલયમાં જઈ રહ્યા છે. અહીં પીએમ મોદી સંઘના સ્થાપક કેશવ હેડગેવારને અને બીજા સરસંઘચાલક ગોલવરકરને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી દીક્ષા ભૂમિની મુલાકાતે જશે જ્યાં ડો બાબાસાહેબ આંબેડકરે વર્ષ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં કેટલાક મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે . આ કાર્યક્રમ અંતર્ગત સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની મુલાકાત લેશે . અહીં તેઓ અનમેન્ડ એરિયલ વેહિકલ એટલેકે , ડ્રોન માટે જે ૧૨૫૦ મીટર લાંબો અને ૨૫ મીટર પહોળો જે રનવે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે . આ પછી પીએમ મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશિલા રાખશે . તે પછી પીએમ મોદી છત્તીસગઢના બિલાસપુર જવા રવાના થઈ જશે. વાત કરીએ નાગપુરની તો ત્યાં થોડા દિવસ પેહલા ધાર્મિક તણાવ વધી ગયો હતો . તેના કારણે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ કસર ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વાત કરીએ બીજેપી અને આરએસએસની , ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની નિમણુંક લાંબા સમયથી બાકી છે. સાથે જ બીજા મહત્વપૂર્ણ રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણૂકને લઇને આ પીએમ મોદીની આ નાગપુર મુલાકાત મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ , ૨૦૧૨માં પૂર્વ સંઘચાલક કે એસ સુદર્શનના નિધન પર નાગપુર ગયા હતા આ પછી જુલાઈ , ૨૦૧૩માં ૨૦૧૪ લોકસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નાગપુર આવ્યા હતા . આ પછી હવે ખુબ લાંબા સમયબાદ પીએમ મોદી નાગપુર આવ્યા છે . આ વિષય પર જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું.