લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આ વખતે સૌથી વધારે જે મુદ્દાની ચર્ચા થઈ હતી તે બેઠક હતી રાજકોટ લોકસભા બેઠક.. આ બેઠકે ભાજપના અનેક નેતાઓની ઉંઘ ઉડાડી દીધી હતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું હતું અને તે બાદ ક્ષત્રિય સમાજ ભાજપ અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો.. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે...
ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો હતો વિવાદ
ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા મહિનાથી ચર્ચામાં રહ્યો છે. ક્ષત્રિય સમાજની માફી અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માગી છે.. વિવાદને શાંત કરવા માટે અનેક વખત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અનેક મંત્રીઓની બેઠક થઈ. એવું લાગતું કે વિવાદ શાંત થઈ શકે છે પરંતુ તેવું ના થયું.. હજી પણ આ વિવાદ ચાલી રહ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો હતો.. ત્યારે આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે..
પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માગી માફી
નિવેદન આપતા તેમણે કહ્યું કે "હું ક્ષત્રિય સમાજની માંફી માંગુ છુ,મારી ભૂલના કારણે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો,મારા પક્ષનો વિરોધ થયો તે માટે હું નિમિત બન્યો,મારૂ નિવેદન વ્યકિતગત હતુ પણ પક્ષને નુકસાન થયુ. મારી ભૂલથી સાથીદારોને સહન કરવુ પડયું છે. અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી.ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગુ છુ. મારી ભૂલથી જેને સહન કરવું પડયું તે તમામ માફી આપે. મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે.
માણસ માત્ર ભૂલને પાત્ર - પરષોત્તમ રૂપાલા
જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે પણ પ્રયાસો કર્યા હતા. તેનો નિમિત્ત માત્ર હું છું. હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થઇ ગઇ છે... ત્યારે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફ કરે છે કે નહીં તે જોવું રહ્યું..