કિરણ પટેલ પછી માર્કેટમાં નવો ઠગ, IAS બનીને લોકોને ઠગતો!


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-01 16:59:39


આજકાલ જાણે માર્કેટમાં ઠગ લોકોની લાઇન લાગી છે જ્યાં જુવો થયા એકથી એક મોટા ઠગ છે. તમને કિરણભાઈ પટેલનો કિસ્સો યાદ હશે. ભાઈએ માત્ર જમ્મુ અને કાશ્મીરમાં z સેકયોરિટી જ નહીં લીધી  તે સભાઓમાં પણ જતો હતો . આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેમાં સામે આવ્યો છે.


કઈ રીતે પકડાયો ઠગ?

હવે માર્કેટમાં એક એવો ઠગ આવ્યો છે જે પોતાને IAS ગણાવે છે એ ને કહેતો હતો કે તે PMOમાં ઈંટાલિઝન્સનું કામ જુએ છે. હાલ એ તપાસ કરવામાં આવી રહી છે તે ઠગ નું નામ છે વાસુદેવ નિવૃત્તિ તાયડે તે માત્ર તે PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે જ નહીં , પરંતુ ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા. આ બધા માટે તેમણે એક નવું નામ આપ્યું હતું - ડૉ. વિનય દેવ. પછી એક કાર્યક્રમમાં આ ભાઈની પોલ ખૂલી ગઈ વાર્તા એવી છે કે બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ 29મી મેના રોજ પૂણેના ઓંધમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં એક સેવાભાવી પહેલ હેઠળ એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીર મોકલવાની હતી. નકલી IAS ઓફિસર પણ ડૉ.વિનય દેવના રૂપમાં ત્યાં આવ્યા હતા. પરંતુ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને તેના દાવાઓ શંકાસ્પદ જણાયા અને પોલીસને જાણ કરી.


સપનું તૂટીયું તો ઠગ બન્યો!

તાયડે એક સમયે  યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી. ઘણા પ્રયત્નો પણ કર્યા. પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. તેણે ક્યારે ફ્રોડ  શરૂ કર્યું, તે હવે તપાસનો વિષય છે. પરંતુ 23 વર્ષ પહેલા તે આવું જ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2000માં તાવડે ધુલે જિલ્લામાં સરકારી અધિકારી તરીકે ફરતો હતો. ત્યારબાદ પોલીસે છેતરપિંડીનો ગુનો પણ દાખલ કર્યો હતો. બાદમાં તે ધુલે છોડીને પુણે આવ્યો હતો.તાયડે પર ફ્રોડ સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના જૂના રેકોર્ડની તપાસ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે તેણે કોની સાથે ફ્રોડ કર્યો છે.



ક્રાઇમ બ્રાન્ચનું નિવેદન 

પુણે સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 1 એ તાયડેને શોધી કાઢ્યો, તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી.અને એક અહેવાલ મુજબ ક્રાઇમ બ્રાન્ચ ડેપ્યુટી કમિશનર નિવેદન આપ્યું છે કે 

"'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ IAS ઓફિસર તરીકે ફરતો હતો. તેમની પાસેથી કેટલાક બિલ મળ્યા છે, જેના પર 'ડૉ. વિનય દેવ' નામ લખેલું છે. તે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતો હતો અને પોતાને IAS અધિકારી તરીકે રજૂ કરતો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે પોતાની ઓળખ ખોટી રીતે રજૂ કરીને અન્ય લોકો કે સંસ્થાઓ સાથે છેતરપિંડી કરી છે."






વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..