લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારત દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એવું માનવામાં આવતું હતું કે વડોદરાના સાંસદ રંજન ભટ્ટને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ઉભરીને બહાર આવ્યો છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાનાં હતાં. પ્રેસ કોન્ફરન્સ થાય તે પહેલા જ પાર્ટીએ એ પહેલાં જ 4.30 વાગ્યે તાત્કાલિક ધોરણે તેમની હકાલપટ્ટી કરી. વડોદરાના પૂર્વ મેયર અને હાલ રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપપ્રમુખ જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરાના પૂર્વ મેયરને ભાજપ દ્વારા કરાયા સસ્પેન્ડ!
ભાજપ માટે કહેવામાં આવતું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તામાં હોય છે. પરંતુ પાર્ટીમાં ચાલતા વિખવાદ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સામે આવી રહ્યા છે. ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તે બાદ આજે વડોદરાના પૂર્વ મેયરનું દર્દ છલકાયું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા માટે ગઈકાલે જ પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે જે બાદ પાર્ટીના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરા બેઠક પરથી ટિકીટ માંગનાર જ્યોતિ પંડ્યાને પાર્ટીએ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યોતિ પંડ્યા રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ હતા. તેમજ તે ગુજરાત મહિલા મોર્ચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
રંજનબેનને ટિકીટ અપાતા જ્યોતિ પંડ્યા થયા હતા નારાજ!
વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ ઉમેદવારી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રંજનભટ્ટ અને જ્યોતિ પંડ્યા વચ્ચે વિરોધ જોવા મળી રહ્યો છે. નિવેદન આપતા પૂર્વ મેયરે કહ્યું કે મારા સ્વભાવના વિરૂદ્ધ જઈને આ કામ કરી રહી છું. મારી વાત મોવડી મંડળ સુધી પહોંચાડવી છે. જ્યારે વડોદરા બેઠક પરથી રંજનબેનની પાર્ટીને ત્રીજીવાર અનિવાર્યતા લાગી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે નીતિન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈ ચર્ચાઓ શાંત નથી થઈ. નીતિન પટેલના નિવેદન બાદ ધારાસભ્ય કરસનકાકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. કાલે કાકા Vs કાકાનો જંગ જોવા મળ્યો હતો ત્યારે આજે બેન Vs બેનનો જંગ જોવા મળ્યો છે.